રાજકોટ ની દુખદ ઘટના ! પટેલ યુવાનુ ગરબે રમતા સમયે ઢળી પડ્યા બાદ મૃત્યું થયુ….
હાલ ના સમય મા માતાજી ની આરાધના ના દીવસો ચાલી રહ્યા છે અને ચારે કોર નવરાત્રી ની ઉજવણી થઈ રહી છે ત્યારે હાલ જ રાજકોટ માથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમા એક કારખાનેદાર ને ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ.
જો ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો રાજકોટ શહેર ના ધનરાજ પાર્કમાં રહેતા વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા પ્રવીણભાઈ મૂળજીભાઈ દેથરિયા (ઉં.વ.52) સોસાયટી મા પરીવાર અને સોસાયટી ના લોકો સાથે ગરબે રમી રહ્યા હતા ત્યારે અચાનક જ પ્રવીણભાઈ ઢળી પડ્યા હતા અને આ જોઈ સોસીયટી ના લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યારે હોસ્પિટલ મા તબીબી દ્વારા તપાસ કરાતા તબીબો દ્વારા પ્રવીણભાઈ ને મૃત જાહેર કરવા કર્યા હતા અને તબીબો પાસે થી જાણવા મળ્યુ હતુ કે પ્રવીણભાઈ ને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે આ ઘટના પગલે સમગ્ર વિસ્તાર મા તહેવાર ની ખુશીઓ વચ્ચે દુખ ની લાગણી ફેલાઇ હતી જ્યારે પરીવાર પાસે થી જાણવા મળ્યુ હતુ કે પ્રવીણભાઈ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સન પ્લાસ્ટ નામે વાલ્વનું કારખાનું ધરાવતા હતા જ્યારે બે સંતાનો હતા જેમા એક દીકરો અને એક દીકરી એ પિતા ની છત્રછાયા ગુમાવી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.