Gujarat

લાખો રુપીઆ ની ચોરી મામલે “પારઘી ગેંગ” ને LCB એ ઝડપી પાડી ! આ ગેંગ એવી રીતે ચોરી કરતી કે જાણી ને ચોંકી જશો..

હાલમાં જ જામનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રખ્યાત વકિલના ઘરે થયેલ ચોરીનો ભેદ પોલિસે ઉકેલી બતાવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, શહેરના પોશ વિસ્તાર માંથી આશરે અડધા કરોડની સામાનની ચોરી થયેલ હતી. એક માસ સુધી સતત પોલિસની ટીમ દ્રારા આરોપીઓની ઓળખ મેળવવા અને તેની શોધખોળ માટે દેશના ત્રણ રાજયમાં ફરી.

વાલ્કેશ્વરી તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજને ચકાવવામાં આવ્યા.ટેકનીક ટીમની મદદથી આરોપીઓને શોધીને આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પારઘી ગેંગના ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઘટનામાં આરોપીઓ પાસેથી અંદાજે સાડા ચાર રોકડ તથા 16 લાખની કિમતના દાગીની રીકવરી કરવામાં આવી છે. એલસીબી દ્વારા કુલ 3 આરોપીની કરાઇ અટકાયત કરવામાં આવી છે. મેળામાં ફુગ્ગા વેંચતા ત્રણ પર પ્રાંતીય લોકો દ્વારા ચોરી કરવામાં આવી હતી.

આરોપીઓએ મકાનના રૂમમાં આવેલ કબાટ તથા તીજોરીમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જેમા પાટલા,બંગળી, ગળાનો ચેન હાર, બુટી, વીંટી, બ્રેસલેટ, સેટ, લકકી તથા ચાંદીના દાગીના તથા ધડીયાળ મળી 12.27 લાખ તથા રોકડ રૂપીયા 22 લાખ મળી રૂપીયા 34.24 લાખની ચોરી થઈ હતી.પોલિસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ કે શ્રાવણ માસમાં જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન મેળામાં રમકડા તથા ફુગ્ગા વેચવા માટે મધ્યપ્રદેશ આવ્યા હતા.

જેમા રાજુ રામદાસ મોગીયા, ચાવલા બાબુરામ મોગીયા, અજય વિશ્વ પારધી, મંગલ મંગીલાલ મોંગીયા, સમીર રમેશ મોગીયાનાઓ સાથે મળીને ચોરી કરેલ. જે પૈકી ત્રણ આરોપીને પોલિસે ધ્રોલ પાસેથી પકડી પાડ્યા છે. જયારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી કરી છે. ખરેખર જામનગર પોલીસની આ કામગીરી ખૂબ જ વખાણવા લાયક છે, હાલમાં આ કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!