પત્નીએ પોતાના પતિ ની કરપીણ હત્યા કરી નાખી ! હત્યા કરવા નુ એવું કારણ સામે આવ્યુ કે…
હાલ ના સમય મા લુટ હત્યા ના બનાવો મા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક હત્યા નો બનાવ ખંભાત મા સામે આવ્યો હતો જેમા એક પત્ની એ જ પોતના પતિ ની હત્યા કરી નાખી હતી. શરુવાત મા સામાન્ય બનાવ લાગતો હત્યા નો બાનવ હતો જયારે પત્ની ને પ્રેમી સાથે પોતાના આડા સબંધ હોવાથી તેને પામવા માટે આ હત્યા ને અંજામ આપ્યા હોવાનો ખુલાસો થયો હતો.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર ખંભાત ના સાયમા ખાતે આવેલી ઇન્દિરા કોલોની ખાતે સોમા ચૌહાણ, પત્ની રેખા તેમજ બે સંતાન સાથે રહે છે. ત્યારે પત્ની રેખા ને વિક્રમ ઉર્ફે ભાવુ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જ્યારે આ વાત ની જાણ પરીવાર ના સભ્યો ને લઈ ગઈ હતી અને તેના કારણે પરીવાર મા પતિ પત્નીએ વચ્ચે જગડા થતા હતા.
જ્યારે ગત 21 ના રોજ 21મી તારીખના રોજ પતિ સોમા દારૂ પીધેલી હાલતમાં ઘરેથી ક્યાંક ગયેલા જે બાદ ઘરે પરત ના આવતા રાત્રિના એક વાગ્યે તેને શોધવા નીકળ્યા ત્યારે તેઓ સાયમાં રેલવે ક્રોસિંગના ગંનાળા નીચે પડેલી હાલતમાં મળ્યા હતા. તેઓને ડાબા હાથે તેમજ ડાબા પગે તથા શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજા થયેલી હતી. જે બાદ તેઓને ઘરે લાવ્યા હતા અને સવારે તેમનું મોત થઇ ગયું હતું. તેવી વાત પત્ની રેખા દ્વારા કરાઈ હતી.
જ્યારે આ સમગ્ર ઘટના બામલે પરીવારજનો ને રેખા પર શક ગયો હતો અને પોલીસ સ્ટેશન ને પી.એમ કરાવા માટે સુત્રોચાર કરાયા બાદ પોલીસ એ જાણવા જોગ ફરિયાદ નોંધી લાશ ને પીએમ માટે મોકલી આપી હતી. જયારે આ સમગ્ર ઘટના ની તપાસ મા ASP અભિષેક ગુપ્તા દ્વારા રેખા ની કડક પૂછપરછ કરાતા રેખા ભાંગી પડી હતી અને હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હતી.
પોતાની પતિ ને હત્યા કરી પ્રેમી સાથે લગ્ન કરવા માટે આ સમગ્ર ઘટના ને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ હતુ જ્યારે હાલ પોલીસ દ્વારા આરોપી રેખા અને પ્રેમી વિક્રમ ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.