ગુજરાતની વધુ એક દુખદ ઘટના ! ગરબા રમતા રમતા રાજપૂત યુવાનનુ મૃત્યુ થયું….સમગ્ર ઘટના વિડીઓ મા કેદ..
હાલના સમય મા નવલા નોરતા ચાલી રહ્યા છે અને સમગ્ર ગુજરાત મા કોરાના ના બે વર્ષ બાદ ઠેર ઠેર ગરબા નુ આયોજન થયુ છે ત્યારે ગઈ કાલે જ રાજકોટ મા એક દુખદ ઘટના સામે આવી હતી જેમા એક યુવાન ને ગરબા રમતા રમતા અટેક આવતા મોત થયું હતુ જ્યારે વધુ એક એવી જ ઘટના આંણદ મા સામે આવી હતી.
જો ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો આ ઘટનાનો હાલ વિડીઓ સોસીયલ મીડીઆ પર વાયરલ થઈ રહ્યો છે જેમા ગરબા રમતા રમતા એક યુવાન અચાનક ઢળી પડે છે અને હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનુ મોત થઈ જાય છે. આ ઘટના આણંદના તારાપુરની શિવ શક્તિ સોસાયટી ની છે તેવું જાણવા મળેલ છે જ્યારે આ યુવક નુ નામ વિરેન્દ્રસિંહ રાજપૂત જણાવા મળેલ છે.
આણંદ ના તારાપુરની શિવ શક્તિ સોસાયટીમા ગરબા નુ આયોજન કરવા મા આવ્યુ હતુ અને યુવક મિત્રો સાથે ગરબા રમી રહ્યો હતો ત્યારે અચાનક જ ઢળી પડ્યો હતો અને હાજર લોકો દ્વારા તેને તાત્કાલિક હોસ્પીટલ ખસેડવા માટે લઇ જવા મા આવી રહ્યો હતો પરંતુ એ પહેલા જ તેનુ મોત થયુ હતુ. જો કે યુવાન નુ મૃત્ય શા કારણે થયુ તેનું મુખ્ય કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.
LIVE મોતનો વીડિયો: ગરબા રમતા રમતા યુવક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો#Anand #Garba #navratri2022 pic.twitter.com/WxFWUZU7mb
— Zee 24 Kalak (@Zee24Kalak) October 2, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.