Gujarat

ચુંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું ! અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી બન્ને એ સ્ટેજ પર થી એવુ નિવેદન આપ્યુ કે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હાલમાં જ રાજનીતિમાં વાતાવરણ ગરમાયુ છે. સૌથી ખાસ વાત એ છે કે, પાટણના રાધનપુરમાં બનાસ ડેરીના દૂધ દિન મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર અને શંકરસિંહ ચૌધરીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે, ત્યારે રાજનીતિમાં હવે શું નવું થશે એ જોવા મળશે. હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે.અલ્પેશ ઠાકોરનો ચૂંટણી લડવાને લઈને આડકતરો ઈશારો કર્યો છે.વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરમાં સીટ માટે અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે. તો બીજી બાજુ શંકર ચૌધરી માટે પણ વાવથી ચૂંટણી લડવાનો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે.

અલ્પેશ ઠાકોરે શું નિવેદન આપ્યું તે અંગે આપણે વિગતવાર માહિતી જાણીએ. કહેવાય છે ને કે રાજનીતિમાં ક્યારેય કોઈ કાયમી શત્રુ કે દોસ્ત નથી હોતો. કારણ કે, બનાસ ડેરીના દૂધ દિન મહિલા જાગૃતિ કાર્યક્રમમાં સ્થાનિક ઉમેદવારની માંગ કરતા લવિંગજી ઠાકોર પણ ઉપસ્થિત હતા. જેઓ એક સમયે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરતા હતા.લવિંગજી ઠાકોર પણ અલ્પેશ ઠાકોર સાથે સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા તેમજ શંકરસીહ અને અલ્પેશ ઠાકોરે સાથે નિવેદન આપ્યું હતું.

અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા અંગે આડકતરી રીતે પોતાની તરફ અને શંકર ચૌધરી તરફ ઇશારો કરતા જણાવ્યું કે, ‘જાન જોડી છે એનું આમંત્રણ આપવા હું આવ્યો છું. આ જાન રંગેચંગે જોડાય અને અમને બન્ને મૂરતિયાને તમે મસ્ત રીતે, વ્યવસ્થિત રીતે પરણાવો એવી મા જગદંબાને વિનંતી કરું છું. મારા બધા જ આગેવાનો મંચ પર બેઠા છે, મારાથી નાની-મોટી ભૂલ થઇ હોય, મનદુ:ખ થયું હોય તો માફ કરશો, મારાથી ક્યાંક જાણે-અજાણે ભૂલ થઇ હોય તો માફ કરશો પણ દીકરો છું, ભાઇ છું, આશીર્વાદ આપો એ જ મારી વિનંતી છે.’

સૌથી ખાસ વાત એ કે, જાણે આ વખતે બંને કંઈક કરવાનું જ વિચારી રહ્યા હોય તેમ શંકર ચૌધરીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘સરકાર જેની હોય અને ધારાસભ્ય પણ એ પાર્ટીના હોય તો ફાયદો થાય. હવે આપણે જ્યારે સરકાર ભાજપની હતી ત્યારે તમે લવિંગજીને હરાવી દીધા. પછી અલ્પેશભાઇ સરકારમાં આવ્યા ત્યારે તમે અલ્પેશભાઇને હરાવી દીધા. ગયા વખતે બાકી રહી ગયું છે કે જાન છેક માંડવે પહોંચી હતી અને.તો આવું અધૂરું ના રહે એ જોજો. આ તમારી બધાની જવાબદારી છે. આટલા જાહેર સ્ટેજ પર કીધું છે એટલાં માટે. લવિંગજી તમે હખાયા થાજો.’ હવે આગામી સમયમાં જોવા મળશે કે, વિધાન સભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને શંકરસિંહ વાઘેલા કેવી રાજનીતિની રમત રમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!