અંબાલાલ પટેલે 2023 અને 2024 માટે કહી મોટી વાત ! જ્યારે આગાહી કરતા કરતા કધુ કે ” દક્ષિણ ચીન તરફ થી વાવાઝોડુ…
આ વર્ષે ચોંમાસુ ઘણુ જ અનિયમિત રહ્યુ છે ઘણા જીલ્લાઓ મા સરેરાશ વરસાદ ઘણો ઓછો જોવા મળ્યો છે જોકે નર્મદા સહિતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા સારો વરસાદ થયો છે અને ડેમોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જ્યારે હાલ પહેલા અને બીજા નોરતે ગુજરાત ના અનેક જીલ્લાઓ વરસાદ થયો હતો જ્યારે હવામાન વિભાગ ધ્વારા નવરાત્રિ મા રાજ્ય મા સામાન્ય વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામા આવી હતી જ્યારે હાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક ચોંકાવનારી આગાહી કરવા મા આવી હતી.
Imgujarat ના એક એહવાલ મુજબ ગુજરાત મા ભલે ચોમાસા એ વિદાઈ લીધી હોય છતા અંબાલાલ પટેલના ની આગાહી અનુસાર હજી ગુજરાત મા વરસાદ થવાની સંભાવના રહેલી છે. અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર આ વર્ષે ચોમાસાની વિદાય પછી પણ વરસાદ વરસવાનું ચાલું છે. પોસ્ટ મોનસૂન આગામી સમયમાં પણ યથાવત રહેશે તેવી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ચીન તરફથી વાવાઝોડા ઉત્પન્ન થતા રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતમાં 5 ઓક્ટોબરે ભારે પવન ફૂંકાશે, જ્યારે 6થી 13 ઓક્ટોબર વચ્ચે ફરી વરસાદી ઝાપટાં થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે ગુજરાત સહિત પૂર્વ ભારતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલ દ્વારા દીવાળી મા પણ વરસાદ થવા ની સંભાવના વ્યક્ત કરવા મા આવી છે આ આગામી વર્ષ 2023 અને 2024 માટે અંબાલાલ પટેલ જણાવ્યુ હતુ કે વર્ષ 2023માં હવામાનમાં થોડા પલટા આવશે, 2024માં વાવાઝોડાની સંખ્યામાં વધારો થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.