વિદેશ મા રહેતા ગુજરાતીઓ સાવધાન ! અમેરીકા મા 8 મહીનાની બાળકી સહીત એક સાથે 4 લોકો નુ અપહરણ થયું…
છેલ્લા ઘણા વર્ષો મા આપણા ભારતીયો અને ખાસ કરી ને ગુજરાતી પરિવારો નુ વિદેશ મા સ્થાયી થવા માટે નુ પ્રમાણ વધતુ જોવા મળી રહ્યુ છે ધંધા રોજગાર અને નોકરી માટે પરિવારો અમેરીકા અને કેનેડા જેવા દેશો મા સ્થાયી થઈ રહ્યા છે ત્યારે હાલ એક ચેતવણીરુપ ઘટના અમેરીકા મા સામે આવી છે જેમા 8 માસ ની બાળકી સહીત ચાર ભારતીયો નુ અપહરણ કરવા મા આવ્યુ છે.
જો આ ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો દિવ્ય ભાસ્કર ના એક એહવાલ મુજબ અમેરિકાના કેલિફોર્નિયામાં મા રહેતા ચાર ભારતીયો જેનુ નામ જસદીપ સિંહ, તેમની પત્ની જસલીન કોર, આઠ મહિનાની દીકરી આરુહી ધેરી અને 39 વર્ષીય અમનદીપ સિંહ નુ સોમવારે કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી અપહરણ થયુ હતુ.
આ ઘટના અંગે વધુ મા જાણવા મળેલ કે ચાર લોકોને સાઉથ હાઇવે 59થી ઉઠાવી લેવામાં આવ્યા છે જ્યારે અપહરણકર્તા પાસે ભારે હથિયારો છે હતા તેવુ જાણવા મળેલ છે જ્યારે અપહરણ શા? કારણે કરવા મા આવ્યુ છે એ હજુ સુધી સ્પષ્ટ થતુ નથી. શેરિફ કાર્યાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા નિવેદનમાં સામાન્ય લોકોને શંકાસ્પદ લોકોના સંપર્કમાં આવવાથી બચવા અપીલ કરવામાં આવી છે.
આ પ્રથમ વખત નથી જ્યારે ભારતીય નુ અપહરણ થયુ હોય આ અગાવ વર્ષ 2019 મા ભારતીય મૂળના તુષા અને તેની પ્રેમિકા નુ અપહરણ તેના ઘરે થી કરવા મા આવ્યુ હતુ જ્યાર બાદ તેમની લાશ એક કાર માથી મળી આવી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.