વડોદરા : 22 વર્ષીય વિરપાલસિંહ ચાવડાનું અકસ્માતમાં મોત! એકનો એજ દીકરરો ગુમાવતા માતા-પિતાએ રડતા જણાવી દીકરા માટેની ઈચ્છા…
વડોદરા શહેરમાં ખુબ જ દુઃખદાયી ઘટના બની છે. આજ રોજ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દરજીપુરા ખાતે આજે બપોરે કન્ટેનરે છકડાને કચડી નાખતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ભંયકર અકસ્માતમાં એકી સાથે 10 લોકોના મોત થયા છે. સૌથી દુઃખ દાયી વાત એ છે કે, આ ઘટનામાં મુસાફરોને લઈને નિકળનાર છકડા ચાલકનું પણ અકસ્માતમાં મોત થયું હતું.એક પુત્રનું મોત થયું હતું અને ફરી એકવાર બીજા પુત્રનું મોત થતાં પરિવાર શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટબા અંગે વિગતવાર માહિતી જાણીએ તો, નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરીયા ગામના મૂળ વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા ભગવતીનગરમાં રહેતા વિરપાલસિંહ સુરેન્દ્રસિંહ ચાવડાપોતાના માતા પિતા સાથે રહેતો હતો.
મોતની ઘટના પહેલા વિરપાલસિંહ આજ રોજ સવારે 9:00 વાગે પોતાનો છકડો લઈને કામ પર નીકળ્યો હતો. સૌથી ખાસ વાત એ કે વિરપાલ રોજ ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી સુધી મુસાફરોને લાવવા લઈ જવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજે બપોરે 11:30 વાગ્યાના સુમારે 14 જેટલા મુસાફરોને લઈને કપુરાઈ તરફ જવા નીકળ્યો હતો.દરજીપુરા પાસે રોંગ સાઈડ પર આવી રહેલા કન્ટેનરે તેઓના છકડાને અડફેટમાં લઈ કન્ટેનર એરપોર્ટની દિવાલ તોડીને ઘૂસી ગયો હતો. કન્ટેનરની સાથે મુસાફરો સવાર છકડો પણ ઢસડાયો હતો. જેમાં બે બાળકો સહિત 10 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા.
વિરપાલ સિંહના મોતના દુઃખદ સમાચાર મળતા જ હોસ્પિટલ પહોંચ્યા હતા. એકનો એક દીકરો ગુમાવવાને કારણે માતાએ પુત્રનો મૃતદેહ જોતા જ સ્તબ્ધ બની ગયા હતા અને હોસ્પિટલમાં માતાનું રુદન છવાઈ ગયું હતું. વિરપાલસિંહના પિતાએ જણાવ્યું હતું કે, આ પહેલાએક પુત્રનું અવસાન થયું હતું આજે મારો બીજો આધાર પણ છીનવાઈ ગયો છે અમારા આ પુત્ર પરિવારનો આધાર હતો તેઓ માટે અમો અમારા સમાજની છોકરીઓ પણ લગ્ન માટે જોઈ રહ્યા હતા. આ વર્ષે તેના લગ્ન લેવાના અમે સપના જોઈ રહ્યા હતા પરંતુ અમે અમારા પુત્રના લગ્નની ઈચ્છા પૂરી કરી શક્યા નથી.ખરેખર આ ઘટના એવી છે, તેનું દુઃખ તો એ માતા પિતા જ જાણે છે.
એક તરફ માતા પિતા એ પોતાના લાડકવાયા દીકરાને પરણાવવાના ઓરતા જોયેલા હતા પણ આવો કાળ અચાનક આવતા જ એકનો એક દીકરો ભગવાને એકનો એક દીકરો છીનવી લીધો.આ કારણે માતા પિતાનો વૃદ્ધવસ્થાના ઉંબરે જ આધાર છીનવાઈ ગયો હતો. આ ઘટના અંગે હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે, કારણ કે આ ઘટનામાં એકી સાથે 10 લોકોના મોત નિપજ્યા છે જેથી અનેક પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. આ અકસ્માતમાં મુત્યુ પામનાર લોકોની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.