19 વર્ષ ના પટેલ યુવાન ની તિક્ષ્ણ હથિયાર ના ઘા જીકી ઘાતકી હત્યા ! બેઝમેન્ટમાંથી લાશ એવી હાલત મા મળી કે સૌ કોઈ ધ્રુજી ગયું…
રાજ્ય મા સતત ગુનાહિત પ્રવૃતિઓ મા વધારો થઈ રહ્યો છે ખાસ કરી ને મોટા શહેરો મા બનાવો વધ્યા છે ત્યાર ગઈ કાલે રાતે એક હત્યા નો બનાવ વડોદરા મા સામે આવ્યો છે જેમા એક 19 વર્ષ ના પટેલ યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટના ની જાણ થતા મોટી પોલીસ કાફલા સ્થળ પર પહોંચી ગયો હતો.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો એમ એસ યુનિ.ના એસ વાય બીકોમમાં અભ્યાસ કરતો અને જયઅંબે સ્કૂલ પાસે શિવમ સોસાયટીમાં દક્ષ હસમુખભાઇ પટેલ નામ નો યુવાન માંજલપુરના અલૈયા બલૈયા ગરબા જોવા ગયો હતો જ્યાર બાદ મિત્ર સાથે સયાજીગંજ ગયો હતો અને પછી તેનો ફોન બંધ થઇ ગયો હતો.
જ્યારે આખી રાત સુધી દક્ષ નો સંપર્ક ના થતા પરીવાર ચિંતા મા મુકાયો હતો અને સવારે માંજલપુરના પીઆઇ વી કે દેસાઇને જાણ કરી હતી જ્યારે બીજે દીવસે સયાજીગંજના અલંકાર ટાવરના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી એક વાશ મળી હતી જેની જાણ થતા મોટો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. યુવાન કરપીણ રીતે હત્યા કરાયેલી હતી જેમા હાથ અને પગ બાંધેલા હતા જ્યારે પેટ ના ભાગે છરા મારેલા હતા જ્યારે આ લાશ દક્ષ ની હોવાનુ ખૂલ્યુ હતુ.
કોલેજીયન યુવક દક્ષ પટેલની ઘાતકી હત્યાના બનેલા બનાવમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના હત્યા નો ગુનો નોંધી પીઆઇ આર જી જાડેજા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસની એક પછી એક કડીઓ જોડી રહ્યા છે. જ્યારે પ્રાથમિક તપાસ મા પ્રેમ સબંધ કારણભૂત હોય તેવુ લાગી રહ્યુ છે દક્ષ પટેલ ની છેલ્લી વખત વાત પાર્થ નામના મિત્ર સાથે થઈ હતી જ્યારે હાલ પાર્થ ની પુછપરછ પોલીસ કરી રહી છે.
જો દક્ષ ની વાત કરવા મા આવે તો દક્ષ એમ એસ યુનિ.ના એસ વાય બીકોમમાં અભ્યાસ કરતો હતો તેના પિતા હસમુખભાઇ પટેલમકરપુરા જીઆઇડીસીમાં એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવવાનો વ્યવસાય કરે છે અને મોટો ભાઈ કેવિન પિતા સાથે કામ કરે છે.