Gujarat

અમદાવાદ: મહિલા એ યુવાન ને એવી રીતે ફસાવ્યો કે યુવાને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા જણાવી સમગ્ર હકીકત

દિવસે ને દિવસે એવી ઘટનાઓ બને કે કલ્પમાં ન કરી શકાય. મોટેભાગે પુરષો મહિલાઓને ફસાવીને આપઘાત કરવા મજબુર કરે છે પણ હાલમાં જ અમદાવાદમાંમહિલા એ યુવાન ને એવી રીતે ફસાવ્યો કે યુવાને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા જણાવી સમગ્ર હકીકત. જાણો આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. આ ઘટનામાં આખરે કોણ કોણ સંડોવાયેલ છે એ તમામ વિગતો સ્યુસાઇડ નોયમાં ઉલ્લેખ કરવામાં આવેલ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદના કૃષ્ણનગ આવેલ શ્રીરામ ટેનામેન્ટમાં રહેતા દિલીપભાઈ શર્માએ આપઘાત કર્યો હતો. મૃતક દિલીપભાઈ સરદાર ચોક ખાતે હેર સલૂન ધરાવી વેપાર કરતા હતા અને ત્યાં પુષ્પરાજ એપાર્ટમેન્ટમાં આવેલું તેમનું મકાન તેઓએ રેખાબેન પ્રજાપતિને તથા તેમના પતિ અને દીકરાને ભાડે આપેલ હટી.

આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, તા. 27ની ના રોજ મૃતકની પત્ની શાક માર્કેટમાં શાકભાજી લેવાગયેલ અને જ્યારે તે ઘરે પરત આવી બેડરૂમમાં જઈને જોતા દિલીપભાઈ સીલિંગ ફેન સાથે દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. જેથી મૃતકની પત્ની ભાવનાબેને બુમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને દિલીપભાઈના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. 

દિલીપભાઈની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પત્ની ભાવનાબેનને એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે પુષ્પરાજ એપાર્ટમેન્ટમાં ભાડુઆત તરીકે રહેતા રેખાબેને દિલીપભાઈને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી જવાની ધમકી આપી મકાન તેમના નામે કરાવી લેવાનું કહ્યું હતું અને અવારનવાર આ ભાડુઆત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.

સૌથી ચોંકાવનારી વાત એ કે મૃતક વ્યક્તિ પાસેથી આરોપીઓએ પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા. સતત ત્રાસથી કંટાળી આપઘાત કરેલ.સમગ્ર બાબતને લઈને પોલીસે સ્યુસાઈડ નોટ આધારે રેખાબેન પ્રજાપતિ તેમના પતિ રમેશભાઈ પ્રજાપતિ અને પુત્ર ધવલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આરોપી મહિલાનો દીકરો ધવલ પ્રજાપતિ પણ અવારનવાર દિલીપભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો. જે પોતે દારૂ ગાંજો ચરસ જેવા નશા કરતો હતો અને મકાન નહીં ખાલી કરું તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ધમકી આપતો હતો. આરોપી ધવલ કોઈ ગેંગનો માણસ પણ હોવાનો મૃતકે સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો હતો.

સાથે જ મૃતકે સુસાઇડ નોટમાં પોલીસને પણ વિનંતી કરી કે આ ત્રણ લોકોને જામીન આપતા નહીં, નહીં તો પકડાશે નહીં અને આરોપીઓના કડકમાં કડક સજા થવી જોઈએ. આ ઘટનાં અંગે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક જ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે. આ ઘટના પરથી એ તો શીખવા મળે કે, ક્યારેય પણ કોઇ પર વિશ્વાસ કરવો નહિ. આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હોત તો તેમને જીવ ગુમાવો ન પડત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!