સુરતના વ્યક્તિએ રુપીઆ માટે તાંત્રીક પાસે કબાટ મા ચમત્કારીક ફુલ નખાવ્યા ! કબાટ જે થયું એ જોઈ પગ નીચે થી જમીન સરકી ગઈ… જાણો પુરી ઘટના..
દિવસેને દિવસે એવી ઘટનાઓ બને છે કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,સુરતના વ્યક્તિએ રુપીઆ માટે તાંત્રીક પાસે કબાટ મા ચમત્કારીક ફુલ નખાવ્યા ! કબાટ જે થયું એ જોઈ પગ નીચે થી જમીન સરકી ગઈ… જાણો પુરી ઘટના. આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, અડાજણ વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના કર્મચારીને તાંત્રિક વિધીથી રૂપિયાનો વરસાદ કરાવીને એવું કાવતરૂ કર્યું કે ચોંકી જશો.
કહેવાય છેને કે, લાલચ બુરી બલા છે. ક્યારેય પણ મોહમાં ન આવું જોઈએ. વ્યક્તિને વધારે પૈસાની લાલચમાં બધું જ ગુમાવી દીધું. વાત જાણે એમ છે કે, અઢી વર્ષ સુધી કબાટ બંધ રખાવી તેમાંથી રૂ. 6 લાખના દાગીના તફડાવી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા 9 મહિના બાદ અમદાવાદ ખાતે રહેતા આરોપી તાંત્રિકની ધરપકડ કરી હતી.
ભરત નટવર બુંદેલાને નવેમ્બર 2018માં સાઢુભાઇ વિક્રમ હાડવૈદે તાંત્રિક વિપુલ પ્રહલાદ ઠાકોરસાથે પરિચય કરાવ્યો હતો. વિપુલ પૂજાવિધીથી ઘરમાં શાંતિ તથા રૂપિયાનો વરસાદ કરાવતો હોવાથી ભરત લાલચમાં આવી વિપુલને પોતાના ઘરે બોલાવેલ. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, વિપુલે પૂજાસ્થાન વાળા રૂમમાં પૂજા કર્યા બાદ કબાટમાં ચમત્કારીક ફૂલો નાંખેલા છે જે ફુલ થોડા સમય પછી રૂપિયા બની જશે. મારી રજા વગર કબાટ ખોલવાના નથી. મંત્રોચ્ચાર કરવાના છે પછી જ કાર્યસિધ્ધ થશે.
એમ કહી વિપુલ પરત અમદાવાદ ચાલ્યો ગયો હતો. એક-દોઢ વર્ષ સુધી વિપુલે કબાટ ખોલવા દીધો ન હતો. માર્ચ 2020માં લોક્ડાઉન શરૂ થયું બાટ ખોલવાની માટે રજા માંગી હતી. તઆખરે વર્ષ 2021માં વિપુલ અને તેનો મિત્ર વિનોદ પંચાલ ભરતના ઘરે આવી મંત્રોચ્ચાર અને પાણીનો છંટકાવ કરી કબાટનો દરવાજો અડધો ખોલી તેમાંથી પાંચસોના દરની 58 નોટ કાઢીને ભરતને બતાવી હતી. જેથી ભરતે વિપુલ ચમત્કારીક વ્યક્તિ હોવાનું માની લીધું હતું. પરંતુ ત્યાર બાદ વિપુલનો ફોન બંધ થઇ જતા ભરતને શંકા ગઇ હતી.
કબાટ ખોલીને જોતા તેમાંથી 6 લાખના દાગીના ગાયબ હતા. આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગત ફેબ્રુઆરી 2022 માં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. ભરતભાઈને તેમની સાળી સ્મિતાબેન વિક્રમભાઈ હાડવૈદે જણાવ્યું હતું કે, વિપુલ અને વિનોદે તેમને જે બેગ આપી તે બેગમાં પૈસા ભરેલી હોવાનું કહ્યું હતું. તે બેગ ખાલી છે. આ વાત સાંભળી ભરતભાઈને શંકા જતા તેમને પોતાના કબાટ ચેક કરતા કબાટ ખાલી હતા. અને ઘરના સોનાના દાગીના પણ ગાયબ હતા. આ ઘટના પરથી એ જાણવા મળે છે કે, લાલચ માટે થઈને ક્યારેય પણ આવા અખતરા ન કરવા જોઈએ અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખવો જોઈએ. માણસો વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવીને આવા કાંડ કરીને ફરાર થઈ જાય છે.