Gujarat

ગુજરાત ના કોમેડી કીંગ પરાગ કંસારા નુ અચાનક થયુ નિધન ! સોસીયલ મીડીઆ પર છેલ્લી પોસ્ટ મા લખ્યુ હતુ કે ” થોડે દિન, મહિને…

સમયનું ક્યાં કંઈ નક્કી છે! ક્યારે શું થઈ જાય એ આ જગતમાં કોઈ નથી જાણતું. કાલ સવારનો સૂરજ ઉગતો જોઈશું કે નહીં એ પણ ક્યાં આપણે ખબર છે. હાલમાં જ આવી એક ઘટના બની છે. વાત જાણે એમ છે કે, ગુજરાત ના કોમેડી કીંગ પરાગ કંસારા નુ અચાનક દુઃખદ નિધન થતા કલાજગતના શોકમય વાતાવરણ છવાઈ ગયું. પરાગએ સોસીયલ મીડીઆ પર છેલ્લી પોસ્ટમાં એવું લખ્યું કે જાણીને તમે પણ ચોકી જશો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,વડોદરા શહેરના જાણીતા કોમેડિયન પરાગ કંસારાનું આજરોજ દુઃખદ નિધન થયું છે. આ ઘટનાને કારણે કલાજગતમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. મુત્યુ અંગે જાણવા મળ્યું કે, ગોરવામાં સ્થિત તેમના નિવાસ્થાનેથી સાંજે 4 વાગ્યે સ્મશાનયાત્રા નીકળશે. સૌથી ખાસ વાત એ છે કે, પરાગ કંસારાએ રાજુ શ્રીવાસ્તવ સાથે પણ કામ કર્યું હતું. રાજુ શ્રીવાસ્તવ વડોદરામાં એક જ વાર 1 ડિસેમ્બર, 2007માં આવ્યા હતા. ત્યારે તેમણે 18 હજાર લોકોની મેદની સામે અકોટા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ કર્યો હતો, જેમાં લોકોને હસાવીને લોથપોથ કરી દીધા હતા.

પરાગ કંસારાએ કોમેડીક્ષેત્રના કિંગ ગણાતા રાજુ શ્રીવાસ્તવ સહિતના દિગ્ગજો સાથે કામ કર્યું હતું અને તેમણે મિમિક્રી આર્ટિસ્ટ તરીકે લોકપ્રિયતા મેળવી હતી. તેમના જીવનમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે તેમને ગ્રેડ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં તક મળી અને પછી તેઓ જાણીતા બન્યા હતા. તેમણે નવીન પ્રભાકર, અહેસાન કુરેશી, સુનીલ પાલ અને ભંગવત માન સાથે કામ કર્યું હતું.


કોમેડિયન કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધન પર પરાગ કંસારાએ તેમને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. 22 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર તેમને છેલ્લી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હર જગહ ટાઇમ સે પહેલે પહોંચના જીનકી ખાસિયત રહી હૈ, આજ ફીર સે સાબિત કર દિયા એન્ડ પહોંચ ગયે..,હમ સે પહેલે… થોડે દિન…મહિને…સાલ..લેટ હો જાતે…તો શાયદ હમ ભી જીત જાતે…ફીર સે હમ હાર ગયે.. મીસ યુ રાજુભાઈ…

આ પોસ્ટની સાથોસાથ પરાગભાઈ રાજુશરીવાસ્તર સાથેના અનેક યાધાર પ્રસંગો વિશે વાત કરી હતી.પરાગ કંસારાએ કહ્યું હતું કે રાજુ મારા તો સાથી કલાકાર હતા. 2005માં લાફ્ટર ચેલેન્જ કાર્યક્રમ શરૂ થયો ત્યારે તેઓ અમારી સાથે જ હતા. એકવાર છત્તીસગઢના કોરબામાં એક કાર્યક્રમ હતો. મારી સાથે નવીન પ્રભાકર, અહેસાન કુરેશી સહિતના નામી આર્ટિસ્ટ હતા. આયોજકોએ એક રૂમ ઓછો બુક કરતાં એ જાણીતા આર્ટિસ્ટે બૂમાબૂમ કરી મૂકી. તેને અલાયદો ઓરડો જ જોઇતો હતો.

હું રાજુ સાથે હતો છેવટે મેં વાત રાજુભાઇને કરી. તેમણે મને એટલું જ કહ્યું, હા તો આ જાઓ મેરે રૂમ મેં, મેરે સાથ રહો.’ આજે તેમને યાદ કરીને ભાવુક થઈ જવાય છે. તેઓ પોતાના આરોગ્યની ખૂબ જ ચીવટ રાખતા હતા. આ ઉપરાંત તેઓ નિયમિતપણે યોગા અને શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હતા. જે કલકારે રાજુશ્રીવાત્સર માટે શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેને સપને નહિ વિચાર્યુ હોય કે ટૂંક સમયમાં તેને આ દુનિયામાંથી વિદાય લેવાની હશે. આપણે ઈશ્વરને પાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!