Z+ સિક્યુરિટી મળ્યા બાદ મુકેશ અંબાણી મળી બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ફોન અંબાણી પરિવારનાં નામ લઈને…
હાલમાં જ અંબાણી પરિવારને કેન્દ્ર સરકાર તરફથી ઝેડ પ્લસ સિક્યુરિટી મળી છે, ત્યારે હાલમાં જ ચોંકાવનારી વાત સામે આવી છે કે. આજ સવારેસવારે 12.57 વાગ્યે ફોબ આવ્યો હતો અને ફોનમાં મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપેલી તેમજ જેમાં કોલ કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોનાં નામ પણ લીધાં હતાં અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.આ ઘટના બાદ હોસ્પિટલ અને એન્ટિલિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પહેલા પણ 15 ઓગસ્ટે પણ એક વ્યક્તિએ મુકેશ અને નીતા અંબાણીને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.તેમજ ફેબ્રુઆરી 2021 માં એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી કાર મળી હતી,જેમાં 20 જિલેટીન લાકડીઓ અને એક પત્ર મળી આવ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાજેનું નામ આવ્યું હતું.
સપ્ટેમ્બર 2021માં, બે શકમંદોએ એન્ટિલિયાનું સરનામું પૂછ્યું. ટેક્સી ડ્રાઈવર, જેની પાસેથી શકમંદોએ અંબાણીના ઘરનું સરનામું પૂછ્યું હતું, તેણે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને તેની માહિતી આપી હતી. ડ્રાઈવરે કહ્યું કે બંને ઉર્દૂમાં વાત કરી રહ્યા હતા. ડ્રાઇવરે જણાવ્યું હતું કે શંકાસ્પદ લોકોના હાથમાં બેગ પણ હતી.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 29 સપ્ટેમ્બરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દીધી છે. તેમને Z+ શ્રેણીની સુરક્ષા આપી છે. સિક્યોરિટીનો ખર્ચ મુકેશ અંબાણી ચૂકવશે. આ
સુરક્ષાનો ખર્ચ દર મહિને 40 થી 45 લાખ રૂપિયા થશે. અગાઉ તેમને Z શ્રેણીની સુરક્ષા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IBની ભલામણ પર ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. IBએ મુકેશ અંબાણી પર ખતરાની આશંકા વ્યક્ત કરી હતી.આજ રોજ મળેલ ધમકીના કોલ અંગે ડીસીપી નીલોત્પલે કહ્યું કે મુંબઈના ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.