ભાવનગરના રાજ પરીવારના રાજવી યુવરાજ જયવિરરાજસિંહજીએ શસ્ત્ર પુજન કર્યું ! જુઓ ખાસ તસ્વીરો અને વિડીઓ
ભાવનગર શહેરનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે. કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરામાં આજે પણ રાજવી વંશની પરંપરા જીવંત છે. જેવી ખુમારી અને કરુણતા અને દાતારી મહારાજમાં હતી એવું જ કર્તવ્ય અને પ્રજાપ્રત્યે પ્રેમ અને સેવા, સમર્પણની ભાવના યુવરાજજયવિરરાજસિંહજીમાં જોવા મળે છે. હાલમાં જ તેઓએ વિજયાદશમી પર્વની ધામધૂમથી ઉજવણી વિવિધતા સભર રીતે કરવામાં આવી હતી. જેમાં યુવરાજની ઉપસ્થિતિમાં ક્ષત્રિયો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ વિશે વિગતવાર માહિતી જાણીએ તો ભાવનગર શહેરના ગરાસીયા બોડીગ ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના નેક નામદાર યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ તથા ક્ષત્રિય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ ગુજરાતનાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં જો ક્ષત્રિયોને ટિકિટ નહીં આપે તો હરાવવા સક્ષમ છે.
શહેરમાં વિવિધ સ્થળોએ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરના સુભાષનગર ખાતે આવેલા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા સુભાષનગર ખાતે સમાજની વાડી ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
શહેરના ડીએસપી ઓફિસ ખાતે પોલીસ વિભાગ દ્વારા પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને પોલીસ વિભાગ હેડ ક્વાર્ટરમાં હથિયારોનું પૂજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર ડીવાયએસપી, પીઆઇ તથા કોન્સ્ટેબલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. દર વર્ષે નવરાત્રીના દસમાં દિને દશેરા પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં શસ્ત્ર-આયુધો ધારકો દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રોનું પૂજન કરી હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. ભાવનગરનાં યુવરાજની વાત કરીએ તો તેઓ સમજકાર્યમાં ખૂબ જ જોડાયેલ છે અને પોતાની પ્રજજનોની વચ્ચે રહીને તેમના માટે સેવા અને વિકાસના કર્યો કરતા રહે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.