Gujarat

મુકેશ અંબાણી ને ઉડાવી દેનાર ઝડપાયો ! નામ અને ચેહરો જોઈ ચોંકી જશો…

ગઈ કાલે અંબાણી પરિવારન સવારે 12.57 વાગ્યે ફોન આવ્યો હતો અને ફોનમાં મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપેલી તેમજ જેમાં કોલ કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોનાં નામ પણ લીધાં હતાં અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.આ ઘટના બાદ હોસ્પિટલ અને એન્ટિલિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે તેમજ પોલીસે તાત્કાલિક જ આરોપીને પકડવા કાર્યવાહી કરી હતી અને હાકમાં જ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.

આ પહેલા પણ 15 ઓગસ્ટે પણ એક વ્યક્તિએ મુકેશ અને નીતા અંબાણીને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને એ વ્યક્તિ માનસિક બીમારી ધરાવતો હતો પરંતુ આ વખતે જે આરોપ પકડાયે છે, એ જાણીને તમને નવાઈ લાગશે કારણ કે તમે વિચારતા રહીશો કે શુ આવું પણ થઈ શકે.

પોલીસે ફોન કરનાર વ્યક્તિને બિહારના દરભંગામાંથી પકડી પાડ્યો છ છે. પોલીસ તપાસનમ મુજબ જાણવા મળ્યું છે કે, ધમકી આપનાર આરોપીનું નામ રાકેશ કુમાર મિશ્રા છે જેની દરભંગાના મણિગાચી પોલીસ સ્ટેશનના બ્રહ્મપુરા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેના પિતા સુનીલ કુમાર મિશ્રા છે. તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ મુંબઈ પોલીસ તેને પોતાની સાથે લઈ ગઈ છે. દરભંગાના વૈકશન કુમારે આ વાતની પુષ્ટિ કરી છે. આરોપીનો મોબાઈલ પણ મળી આવ્યો છે જેમાંથી તેણે ધમકી આપી હતી.

રાકેશએ એક જ દિવસમાં બે વાર ધમકી આપી. તપાસમાં તે મોબાઈલનું લોકેશન દરભંગામાં મળ્યું હતું, જેમાં અંબાણી હોસ્પિટલ અને પરિવારને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. 1 કલાકની કવાયત બાદ દરભંગા પોલીસની મદદથી આરોપીને પકડવામાં આવ્યો હતો. પોલીસે તે મોબાઈલ અને સિમ પણ કબજે કર્યા છે જેમાંથી અંબાણી પરિવારને ધમકી આપવામાં આવી હતી.

આરોપી રાકેશ કુમારના પિતા સુનીલ કુમારને સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી છે. મુંબઈ પોલીસે રાત્રે જ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને પછી તેમની સાથે પરત ફર્યા ક્યાં કારણોસર ધમકી આપવામાં આવી અને કોના કહેવાથી આ બધું કરવામાં આવ્યું છે, એ તો આગામી સમયમાં જાણવા મળશે. આપણે જાણીએ છે કે, મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિકરયુરિટી મળેલ છે અને તેના દર મહિનો 40 લાખ ખર્ચ ભોગવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!