અમદાવાદ : લગ્ન સંબંધ નો કરુણ અંજામ ! પત્નીનુ કચરા ડ્રાઇવર સાથે લફરુ થતા પતિએ પ્રેમીનુ ઢીમ ઢાળી દીધુ..
દિવસેને દિવસે એવી ઘટનાઓ સામે આવે છે કે, તમને જાણીને નવાઈ લાગશે. હાલમાં જ એક એવી ચોંકાવનારી ઘટના બનીને લગ્ન સંબંધ નો કરુણ અંજામ આવ્યો ! પત્નીનુ કચરા ડ્રાઇવર સાથે લફરુ થતા પતિએ પ્રેમીનો એવો હાલ કર્યો કે જાણીને ચોકી જશો. આ ઘટના વિશે વિગતવાર જાણીએ.સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, મૂળ રાજસ્થાનનો અને અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડી ચલાવનાર યુવકને એક પરિણીતા સાથે અનૈતિક સંબંધો હતા.
આ આડા સંબંધ વિશે પરિણીતાના પતિને જાણ થતા સમજાવ્યો પરંતુ તે માન્યો નહિ તેથી મહિલાના પતિ અને તેના મિત્રએ મળી પીરાણા ખાતે કચરાના ઢગલા નજીક તેની હત્યા કરીને લાશને કચરામાં સંતાડી દીધી હતી. એને કારણે એ લાશ કોહવાઈ ગઈ હતી અને આ ઘટના અંગે જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે કે, તેનો ભાઈ રાજેન્દ્ર ઉર્ફે રાજુ મહીડાની પત્ની સુશીલા અને તેમનાં બે બાળકો રાજસ્થાન ખાતે રહેતાં હતાં પત્નીને ઘરે આવવાનું પૂછ્યું તો રાજુ કહ્યું હતું કે કચરાના ઢગલાની ગાડીનું કામ પતાવી ગાડી વાસણા મૂકી ઘરે આવીશ.રાત્રિને 1 વાગ્યે કોલ કર્યો, પરંતુ રાજેન્દ્રનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.
રાજેન્દ્રની શોધખોળ કરી, પરંતુ કોઈ મળ્યું નહિ. બાદમાં નારોલ ગ્યાસપુર AMCની લેન્ડ ફિલ્ડ ડમ્પ સાઇટ પર એક ખૂણામાંથી એક કોહવાયેલી લાશ મળી હતી. દરમિયાન ઓળખ કરાતાં તેના પરિવારે આ લાશ રાજેન્દ્રની હોવાનું ઓળખી કાઢી. પોલીસે આ લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે સુરપાલ રમેશભાઇ ગરાસિયાએ એક વર્ષ પહેલાં પંકજ ભરવાડને ત્યાં ડ્રાઇવરની નોકરી પર રખાવ્યો હતો. આ દરમિયાન રાજેન્દ્ર સુરપાલની પત્ની હિના સાથે આડાસંબંધો રાખ્યા હતા. તેની જાણ સુરપાલને થતાં તેણે રાજેન્દ્રને સમજાવ્યો હતો, પરંતુ તે માનતો નહોતો અને બે-ત્રણ વખત રાજેન્દ્ર અને હિનાને સાથે કઢંગી હાલતમાં પકડી પાડ્યાં હતાં.
આરોપી સુરપાલ જણાવ્યું હતું કે રાજેન્દ્રના મિત્રને 100 રૂપિયા આપી ઠંડું લેવા મોકલ્યો હતો. રાજેન્દ્રને અનૈતિક સંબંધો ન રાખવા સમજાવ્યો હતો, પરંતુ તે ન માનતાં બાદમાં સુરપાલને વધુ ગુસ્સો આવી જતાં તેણે માથામાં 3-4સળિયાના ઘા માર્યા હતા, જેથી રાજેન્દ્રનું માથું ફાટી ગયું હતું અને તેનું મોત નીપજ્યું હતું. બાદમાં સુરપાલ અને અનિલ લાશ ખાડામાં નાખી ભાગી ગયા હતા.