Gujarat

પાન પાર્લર માથી ખરીદેલ વસ્તુના લીધે અમદાવાદ એરપોર્ટ પર યુવતી પર ગુનો નોંધાયો ! વસ્તુ એવી જગ્યાએ છુપાવી હતી કે

હાલ ના સમય મા યુવાનો મા અલગ અલગ પ્રકારના નશાવો કરવા ના રવાડે ચડવા લાગ્યા છે જ્યારે હાલ નશા મના માર્કેટ મા એક નવી જ વસ્તુ આવી છે જે ઈ સિગારેટ છે જ્યારે હાલ યુવાનો આનો ઉપયોગ મોટા પ્રમાણ મા કરી રહ્યા છે અને આ ઈ સિગારેટ શરીર માટે ખુબ નુકસાન કારક છે ત્યારે આ બાબતે પોલીસતંત્ર પણ સતર્ક થઇ ગયુ છે અને વિવિધ જગ્યા એ દરોડા પાડી ને ઈ સિગારેટ નુ વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે.

ત્યારે હાલ અમદાવાદ ના એરપોર્ટ પર એક યુવતી પાસે થી ઈ સિગારેટ મળી આવતાએરપોર્ટ પોલીસે યુવતી સામે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 ની સેક્શન 7 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે આ ઈ સિગારેટ વેપ બાબતે પુછતા યુવતી એ જણાવ્યુ હતુ કે તેણી એ આ ઈ સિગારેટ એક પાન પાર્લર પરથી 1500 રુપીઆ મા ખરીદી હતી.

ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો અમદાવાદ ના ડોમેસ્ટિક એરપોર્ટ પર સી.આઈ.એસ.એફ ના અધિકારીઓ દ્વારા પેસેન્જર નુ બોડી સ્કેનિંગ અને ચેકીંગ કરવા મા આવી રહ્યુ હતુ ત્યારે એક યુવતી પાસે થી તેણી ના શુઝ માથી કાઈક પ્રતિબંધીત વસ્તુ મળી આવી હતી જ્યારે આ વસ્તુની તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે બ્લ્યુબેરી, રાસબરી, ગ્રેપ આઇસ ફ્લેવરની ઇ સિગારેટ હતી જ્યારે આ યુપીની રશીમ નામની 25 વર્ષીય યુવતીની વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી.

જ્યારે આ ઈ સિગારેટ વિશે પુછપરછ કરતા તેવુ જાણવા મળેલ યુવતી એ આ ઈ સિગારેટ વેપ કોઈ પાન પાર્લર માથી 1500 રુપીઆ મા ખરીદી કરી હતી. એરપોર્ટ પોલીસે યુવતી સામે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 ની સેક્શન 7 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતર મા જ અમદાવાદ એસ.ઓ.જી દ્વારા ઘડિયાળની દુકાનમાંથી રૂપિયા 74,000 ના ઈ-સિગારેટના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી આ ઉપરાંત શહેર ભર મા PCB અને SOG દ્વારા અનેક ઇ સિગરેટના જથ્થા કબ્જે કરી અનેક કેસ કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!