રાજકોટ જેવો કિસ્સો વડોદરામાં!ભાજપના કોર્પોરેટનાં ભાઈ-ભાભીને બંધક બનાવીને 50 તોલા સોનું લઈને ફરાર, લૂંટ અંગે જણાવ્યું કે…
હાલમાં જ રાજકોટ શહેરમાં ધોળે દિવસે 13 વર્ષના છોકરાને બંધક બનાવીને લાખો રૂપિયાની લૂંટ થઈ હતી. આવો જ કિસ્સો હાલમાં વડોદરા શહેરમાં બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના વોર્ડ નંબર-17નાં મહિલા ભાજપના કાઉન્સિલરના વાસણા રોડ આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતાં NRI ભાઈ અને ભાભીને બંધક બનાવીને રિવોલ્વરની અણીએ ઘરમાં તિજોરીમાં મૂકેલા 50 તોલા સોનાના દાગીના તેમજ રૂપિયા 40 હજાર રોકડની 3 લૂંટારા લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા
આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ. લૂંટની જાણ થતાં પોલીસે ડોગ-સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈને તપાસની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામેં આવ્યું છે કે, ભાજપના મહિલા કાઉન્સિલર સંગીતાબહેન પટેલના ભાઈ દીપકભાઈ જસંગભાઇ પટેલ અને તેમનાં પત્ની દિવ્યાબહેન પટેલ છેલ્લાં 36 વર્ષ સુધી જર્મનીમાં હતું અને વેપાર-ધંધો કરતું હતું. હાલ તેમનાં બે સંતાનો વ્યવસાય સંભાળી રહ્યાં છે. તેમની એક દીકરી પણ જર્મનીમાં સ્થાયી છે. તેઓ છેલ્લાં બે વર્ષથી વડોદરા સ્થાયી થયાં છે. તેઓ મૂળ કરજણના વતની છે.
મોડી સાંજે 8 વાગ્યાના સુમારે પટેલ દંપતી ઘરની બહાર ઝૂલા પર બેઠા હતા. દિવ્યાબહેન રસોઈ ઘરમાં રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યાં હતાં અને દીપકભાઇ રૂમમાં સોફા ઉપર બેઠા હતા. એ સમયે આશરે 20થી 25 વર્ષની વર્ષની ઉંમરના બ્લેક કલરનું માસ્ક અને બ્લેક કલરનાં કપડાં પહેરેલાં ત્રણ લૂંટારા યુવાનો ઘરમાં ધસી આવ્યા અને રિવોલ્વરની અણીએ બંધક બનાવી દીધા. તિજોરીની ચાવી માગી મારવાનું શરૂ કરી દીધું હતું. તિજોરીની ચાવી મળ્યા બાદ લૂંટારા ટોળકીએ પટેલ દંપતીને સાથે લાવેલ પેપર ટેપથી મોંઢું અને હાથ-પગ બાંધી રૂમમાં પૂરી દીધા હતા અને કંઇ અવાજ કરશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી
.
લૂંટારા ટોળકીએ અડધો કલાક સુધી ઘરમાં મુદ્દામાલ માટે શોધખોળ કરી હતી. તિજોરીમાંથી 50 તોલા સોનાના દાગીના અને રૂપિયા 40 હજાર રોકડની લૂંટ ચલાવી મકાનના પાછળના દરવાજાએથી ફરાર થઇ ગયા હતા.દિવ્યાબહેને પોતાના પતિ દીપકભાઇના હાથ ઉપર લગાવેલી પેપર ટેપ દાંતથી દોડીને હાથ ખોલ્યા હતા. સંગીતાબહેને વિસ્તારના ભાજપના કાઉન્સિલર નીતિનભાઇ દોંગાને જાણ કરતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોચ્યા બાદલૂંટારાઓને ઝડપી પાડવા માટે નાકાબંધી કરાવી શહેર બહાર જતા રસ્તા સીલ કરાવી દીધા હતા.ભાજપનાં કાઉન્સિલર સંગીતાબહેન પટેલે બનાવ અંગે જણાવ્યું હતું કે ભાઇના ઘરે લૂંટ ચલાવનાર કોઇ જાણભેદુ હોવાનું જણાય છે. જે રીતે લૂંટારાઓ ઘરમાં આવીને સોનાના પોટલાની માગ કરી હતી કારણ કે 2 દિવસ પહેલા જ બેંકના લોકરમાંથી સોનાના દાગીના લઇ ભાંગી ગયેલ.હાલમાં પણ આરોપીઓ પકડાયા નથી, હાલમાં લૂંટનો શક ઘરે આવેલા આર.ઓ. વાળા ભાઇ તેમજ મિસ્ત્રી કામેં આવનાર વ્યક્તિ પર થઇ રહી છે.