ગોંડલ : ભયંકર અકસ્માત મા જન્મ દિવસ ના દિવસે જ યુવાનનુ મોત થયું ! વિચિત્ર અકસ્માત થયું એવુ કે…
મોત ક્યારે જીવનના દ્વારે આવી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ એક એવી દુઃખદાયી ઘટના બની છે, જેના કારણે એક યુવાનનું તેના જન્મદિવસનાં દિવસે જ મુત્યુ થયું. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગોંડલથી મોવિયા ગામ નજીક દાડમા દાદાના મંદિર પાસે બોલેરો અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ બનાવને કારણે એક યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું તેમજ 2 યુવકોની હાલત ગંભીર છે.
આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી જાણીએ તો ગોંડલથી મોવિયા તરફ જતા બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ત્રિપલ સવારી બાઈકમાં 18 વર્ષનો ચિરાગ ભનુભાઈ ચૌહાણ તેની જ ઉંમરના બે ભાઈબંધ હિરેનભાઈ રમેશભાઈ દોડીયા અને એમીનભાઈ જગદીશભાઈ રાઠોડ ત્રિપલ સવારીમાં જતા હતા. આજ રોજ ચિરાગનો જન્મદિવસ હતો.
પરિવારે સ્વપ્ને નહિ વિચાર્યું હોય કે આજનો દિવસ દીકરાના મોતનો દિવસ બની જશે. જ્યારે ત્રણેય મિત્રો જતા હતા, ત્યારે
અકસ્માત માટે કુખ્યાત બનેલ ગોંડલથી મોવિયા ગામ નજીક દાડમા દાદાના મંદિર પાસે બોલેરો અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.અકસ્માતની જાણ થતાં બહોળો મિત્ર મંડળ, સગા વાહલા અને ગામના આગેવાનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે..
મૃતક યુવકના પરિવારમાં માતા-પિતા અને બે ભાઈમાં ચિરાગ નાનો હતો. ચિરાગ દેરડી ગામમાં કપડાની દુકાનમાં કામ કરતો હતો. અન્ય ઈજાગ્રસ્ત યુવાનોને દેરડી વાળાનાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ જે યુવકનું મોત થયું છે, તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે તેમજ ઇજાગ્રસ્ત યુવાનો જલ્દી સ્વસ્થ થઈ જાય તેમજ મૃતકના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે.