હવે થાઈલેન્ડ પહોંચશે મોરારી બાપુ ની સહાય ! ગોળી-બારની ઘટનામાં કરશે આટલા લાખ રુપીઆ ની સહાય…
સાધુતા એજ પ્રભુતા આ વાક્યને સાર્થક કરવાની જરૂર જ નથી કારણ કે, સનાતન ધર્મમાં અનેમ એવા સંતો- સાધુઓ છે જેઓ લોક સેવા માટે હમેશા કાર્યરત રહે છે. પરમ પૂજ્ય મોરારી બાપુ અનેક એવા સેવા કાર્ય કરે છે અને હંમેશા સમાજનાં કોઈપણ વ્યક્તિ માટે સેવા કરવા આગળ રહે છે. આપણે જાણીએ છે કે, કોરોનાકાળમાં અને વાવાઝોડા વખતે બાપુએ દાનની સરિતા વહાવી હતી. ત્યારે ફરી એકવાર બાપુએ થાઈલેન્ડમાં થયેલ ગોળીબારની ઘટનામાં માર્યા ગયેલાઓને પૂ.મોરારીબાપુ દ્વારા ચાર લાખની સહાય કરી છે.
સાધુ માટે કોઈપણ વ્યક્તિની જાતિ કે જ્ઞાતિ અને દેશ માન્ય નથી ગણાતો કારણ કે, તેના માટે માત્ર માનવતા જ મોટો ધર્મ છે. આપણે જાણીએ છે કે, થાઈલેન્ડના એક ચાઈલ્ડ ડે કેર સેન્ટરમાં નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા અંધાધૂંધ ગોળીબાર થયેલમ આ હૃદયદ્રાવક ઘટનામાં 37 લોકોએ તેમના પ્રાણ ગુમાવ્યા છે . આ કરુણ ઘટનામાં 22 જેટલાં નિર્દોષ બાળકો પણ મોતને ભેટ્યાં છે. આવી દુઃખદાયી ઘટનામાં માનવતા ધર્મ નિભાવવા બાપુએ હાથ ઝાલ્યો છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, નિવૃત્ત થાઈ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ ડે કેર નર્સરીમા આ ગોળીબાર કર્યો હતો.આ ઘટનાં પત્ની અને પુત્ર સહીત 37 લોકોએ પ્રાણ ગુમાવ્યા છે . આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પતા પૂજ્ય મોરારિબાપુએ પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા 11-11 હજારની સહાય મળીને કુલ 4 લાખ રૂપિયા દાન માટે આપ્યા છે.
આપણે જાણીએ છે કે, બાપુ દેશ વિદેશમાં કથાવાર્તા કરે છે.
વર્ષ 2011માં થાઈલેન્ડમાં પૂજ્ય મોરારિબાપુ દ્વારા રામકથાનું અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્યું હતું. આ રામકથાના યજમાન શિતુલભાઈ પંચમિયા અને નૈરોબી સ્થિત નિલેશભાઈ જસાણી દ્વારા સ્થાનિક પ્રસાશન અને આગેવાનોને સાથે રાખી તમામ મૃતકોના પરિજનોને સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે . આ ઘટનામાં મુત્યુ પામનાર વ્યક્તિમાટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે , શ્રદ્ધાંજલિ પાઠવીને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, ખરેખર મોરારી બાપુના આ કાર્યને સૌકોઈ બિરદાવી રહ્યા છે.