દિવાળી સુધી ગુજરાતમાં મોટું સંકટ રહેશે! અંબાલાલ પટેલ કહી ચોંકાવનારી આગાહી જાણો શું કહ્યું…
હાલમાં હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી કરી આગાહી. આપણે જાણીએ છે કે અંબાલાલ પટેલ નવરાત્રીમાં પણ વરસાદની આગાહી કરી હતી પણ આ આગાહી માતાજીએ ખોટી પાડી પરતું હવે ફરી એકવાર રાજ્યમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે દિવાળીના તહેવારમાં વાતાવરણને લઈને આગાહી કરી છે કે, 14થી 17 ઓક્ટોબરના વાતાવરણમાં પલટો આવશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની શક્યતા છે.13 ઓક્ટોબર સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. મહેસાણા, બેચરાજી, કડી, અમદાવાદ, વડોદરાના ભાગોમાં વરસાદની શકયતા રહેશે.મ
દિવાળી સુધી વાતાવરણ પલટો આવ્યા કરશે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં અમરેલી વેરાવળ સહિતના ભાગોમાં વરસાદની શકયતા રહેશે. આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા રહેશે. બંગાળ ઉપસાગરમાં હવાના હળવા દબાણ સક્રિય થશે. જેના કારણે વારંવાર વાતાવરણ પલટો આવશે.
ધીમે ધીમે ઈશાન તરફના પવન ફૂંકાવવાના શરૂ થઈ જશે અને ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા છે. આ વર્ષે હસ્ત નક્ષત્રમાં વીજળી સાથે વરસાદ થવાની શક્યતા છે. એવું કહેવાય છે કે, હસ્ત નક્ષત્ર ગાજે તો આવતા વર્ષનો કોલ ગણાય છે અને આવતું ચોમાસુ સારું જાય છે.19 નવેમ્બર આસપાસ દરિયા દક્ષિણ ભારતમાં મારફાળ વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ઓક્ટોબરના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગરમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30થી 40 kmની ઝડપે પવન ફૂંકાશે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, વરસાદ અંગેનું સંશોધન કરવાનું જરૂર છે એશિયા ખંડના દેશોની અસર, સમુદ્રના પ્રવાહોની અસર, બાબતો અંગે અભ્યાસ કરવાની જરૂર છે. વૈશ્વિક અસર ભારતના હવામાન પર જોવા મળશે.પશ્ચિમી વિક્ષેપોના કારણે દેશના ઉત્તરિય પર્વતો પર વાદળો છવાશે. દિવાળીની આસપાસ વાતાવરણમાં પલટો આવશે.