અમદાવાદ મા ચાર દીકરીઓ એ માતાને કાંધ આપી અગ્નિદાહ આપ્યો ! કારણ જાણી આંખમા આસું
આપણા સમાજ મા સમાન્ય રીતે મહિલાઓ ને સ્મશાને જવા દેવામા આવતી નથી જ્યારે કોઈ નુ મૃત્યુ થાઈ ત્યારે તેમના પરિવારજનો મા પુરુષો દ્વારા કાંધ આપવામા આવે છે અને અંતિમ સંસ્કાર અને અગ્નિદાહ પુરુષો દ્વારા જ આપવા મા આવે છે પરંતુ ક્યારેક સંજોગો વશ આપણે આ નિયમો પણ તોડવા પડે છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ મા સામે આવ્યો હતો જેમા દીકરીઓ એ માતા ના અંતિમ સંસ્કાર કર્યા હતા.
જો આ ઘટના અંગે વિગતવાર કરવા મા આવે તો અમદાવાદ શહેર ના સીટીએમ વિસ્તારમાં સદગુરુ બંગ્લોઝમાં 78 વર્ષના મૂળ બોટાદના વતની દાવડા કંચનબેન બાબુભાઈ નુ હ્દયરોગ ના હુમલા થી નિધન થતુ હતુ. આ સમગ્ર ઘટના ગઈ કાલે સાંજે ત્યારે બની બતી જ્યારે તેવો અમદાવાદ શહેર ની સિવિલ હોસ્પિટલ સારવાર લઈ રહ્યા હતા. ઘટના મા જાણવા મળ્યુ હતુ કે કંચનબેન ને ચાર દીકરીઓ જ હોવાથી તેમની ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર દીકરીઓ જ કરે.
આ ઘટના ની જાણ થતા કંચનબેન ની ચાર પુત્રીઓ માતા ના ઘરે આવી પહોંચી હતી અને માતા ના દર્શન કર્યા હતા જ્યારે ચારે દિકરો એ માતા ની ઈચ્છા મુજબ કાંધ આપી હતી અને સ્મશાન સુધી પહોંચી માતા ના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા જ્યારે આ જોઈ હાજર સૌ કોઈ લોકો ગમગીન થઇ ગયા હતા અને કંચનબેન ને શ્રધાંજલી પાઠવી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.