અમદાવાદમાં યુવકને કારથી કચડી નાંખનાર બે આરોપીની ધરપકડ ! આરોપીઓ નામ જાણી…
હાલમાં જ અમદાવાદમાં યુવકનું કરુણ દાયક મોત થયું હતું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વસ્ત્રાલમાં પૈસાની લેતીદેતીમાં કારથી કચડીષ યુવકની હત્યા થઇ હતી. આ બનાવ અંગે જાણીએ તો આરોપીઓએ પોતાની કારથી બુલેટ મોટર સાયકલને ટક્કર મારી બાઈક પર સવાર 3 યુવકો પર ગાડી ચઢાવી દીધી હતી. અકસ્માતના સ્થળેથી કારતુસ મળી આવેલ. આ ઘટનાને અંજામ આપનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
આ બનાવ અંગે આપણે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બનાવ પાછળ શું ભેદ રહેલો છે. રામોલ પોલીસે સંગ્રામસિંગ સિકરવાર તેમજ શિવમ ઉર્ફે કાકુ તોમર નામના 2 આરોપીનીને પકડી પાડ્યા. પોલીસ તપાસમાં સાને આવ્યું છે કે. વટવા વિસ્તારમાં રહેતો મૌલિક જોશી તેમજ તેનો મિત્ર રાજન અને શુભમ પોતાના એક મિત્રના જન્મદિવસની વસ્ત્રાલમાં જલપરી સોસાયટીમાં ઉજવણી કરીને ત્રણેય મિત્રો બુલેટ લઇને પરત ફરી રહ્યા હતા.
આ સમયગાળામાં સંગ્રામ અને શિવમ ઉર્ફે કાકુ નામના બે શખ્સ અચાનક કાર લઇને આવી પહોંચ્યા હતા અને બુલેટને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધી હતી. આરોપીઓએ ટક્કર માર્યા બાદ ત્યાં ન અટક્યા અને વારંવાર બુલેટ અને ત્રણેય યુવકો ઉપર ગાડી ચઢાવી દીધી હતી જેના કારણે મૌલિક જોશી નામના યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યુ હતું.
આ અકસ્માતમાં રાજન અને શુભમને ગંભીર ઇજાઓ થઈ હતી
.હત્યા કરવાના કારણ અંગે જાણવા મળ્યું કે સંગ્રામસિંગ અને રાજન વચ્ચે પૈસાની માથાકૂટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને વીસીના દસ લાખ રૂપિયા અંગે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. તા. આ મામલે ફરિયાદી શિવમે પોતે રાજકીય પક્ષમાં જોડાયો હોવાથી હુમલો કરાયો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો. પરંતુ પોલીસની તપાસમાં પૈસાની લેવડદેવડમાં જ આ ગુનાને અંજામ અપાયો હોવાનો ખુલાસો થયો છે.
રોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા સ્થળ પર પહોંચેલી પોલીસને ત્યાંથી એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. જેથી આ ઘટના સમયે આરોપીઓ પાસે હથિયાર હોવાની પોલીસને આશંકા હતી. પરંતુ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ પાસે કોઈ પીસ્ટલ કે રીવોલ્વર ન હોવાનો ખુલાસો થયો છે. પોલીસને શંકા છે કે બુલેટ પર સવાર 3 મિત્રો પાસેથી કોઈ એક યુવક પાસે હથિયાર હતું. આ મામલે પોલીસે ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ હાથ ધરી છે.