KBCનાં નામે ફોન આવે તો ચેતી જજો! PI સાહેબને ફોન આવ્યો કે, તમે 25 લાખ જીત્યા ” પછી જે થયું
આપણે જાણીએ છે કે, અનેક પ્રકારના બનાવો બનતા હોય છે અને ખાસ કરીને ક્યારેય પણ લાલચમાં આવીને કોઈને પણ પોતાની બેન્ક વિગતો શેર ન કરવી હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, લોકોને ઠગનાર વ્યક્તિએ પોલીસકર્મીને જ પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સિંહના મોઢાના હાથ નાખવા જેવું થયું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પોલીસ અધિકારીને ફોન કરીને KBCમાં ઈનામ જીતવાની લાલચ આપી અને બેંકની વિગતો મેળવી.
પોતાની સાથે જે બનાવ બન્યા તે અંગે પોલીસકર્મીએ પોતાની આપવીતી જણાવી જે દરેક સામાન્ય વ્યક્તિ માટે ચેતવણી સમાન કિસ્સો છે. આ ચેતવણીભરી ઘટના અંગે પોલીસે એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે,MP કહ્યું કે, કેવી રીતે એક અજાણ્યો વ્યક્તિ તેને ફોન કરે છે અને દાવો કરે છે કે તે KBC પરથી બોલી રહ્યો છે. આરોપીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે જેને ફોન કરીને છેતરવામાં આવી રહ્યા છે, તે પોલીસકર્મીને છે.
આરોપી ફોનમાં પૈસા મોકલવા ખાતામાં પૈસા મોકલવા માટે બેંક વિગતો માંગે છે. પોલીસકર્મી એ વિગતો ન આપવા બહાનું બનાવ્યું ત્યારે વ્યક્તિએ ફોન કાપી નાખ્યો. હાલમાં આ ઘટનાને લઈને પોલીસ ઇન્સ્પેકટર સાહેબ તાત્કાલિક આ ઘટના અંગે વીડિયો બનાવી જાહેર જનતાઓને ચેતવ્યા હતાં. માત્ર કેબીસી નહિ પણ કોઈપણ સાઇટ કે લિંક આવે તો પણ ઓપન ન કરવી.
ઇન્સ્પેક્ટર ભગવત પ્રસાદ પોતાના વ્યક્તિત્વના કારણે ‘પાંડે જી’ના નામથી પ્રખ્યાત છે. મધ્યપ્રદેશ પોલીસમાં પોસ્ટ કરાયેલા ભાગવત પ્રસાદ પાંડેના ફેસબુક પર 9 લાખથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે, તેમની ચેનલના YouTube પર લગભગ સાત લાખ સબસ્ક્રાઇબર્સ છે. તેવી જ રીતે, હજારો લોકો તેને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરે છે.વીડિયો પર હજારો લોકોએ પ્રતિક્રિયા આપી છે. કોઈએ કહ્યું કે ગુંડાઓ પોલીસકર્મીઓને પણ છોડતા નથી, તો કોઈએ વધી રહેલા ઓનલાઈન ક્રાઈમ પર ચિંતા વ્યક્ત કરી.