આ સ્ટાર મહિલા પ્લેયર સવજીભાઈ ધોળકીયા ની ફેક્ટરી ની મુલાકાત કરી ! ભવ્ય સ્વાગત કરાયું અને પી.વી સિંધુ એ હીરા પણ ઘસ્યા..જુઓ વિડીઓ
ગુજરાતીમાં એક કહેવત છે ને જેવો સંગ તેવો રંગ. હાલમા જયારે ગુજરાતના સુરતમાં 36 મી નેશનલ ગેમ્સની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુ ઉદ્ઘઘાટન કર્યું હતું અને સૌથી ખાસ વાત એ છે કે, પી-વી સિંધુએ નવરાત્રિના શુભ અવસરે ગુજરાતની ચણીયાચોડી પહેરી ગરબા ઘૂમ્યા હતા તેમજ સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈની મહેમાનગતિ માણી હતી. સીધું ગુજરાતના રંગે રંગાઈ હતી. ચાલો અમે આપણે જણાવીએ કે કેવી રહી પીવી સિંધુની સફર.
એરપોર્ટ પર બેડમિન્ટન સ્ટાર પીવી સીધુંને જોવા અસંખ્ય લોકો આવ્યા હતા. પીવી સિંધુનું ગરબા રમીને સ્વાગત કરવાનું આયોજન કર્યું હતું.ત્યારે પીવી સિંધુ પણ ખેલૈયાઓ સાથે ગરબે રમવા લાગી હતી.એરપોર્ટ સ્ટાફના ગાર્ડ સહિતના લોકો પીવી સિંધુ સાથે ગરબે રમવા લાગ્યા હતા
અને એરપોર્ટ જાણે ગરબા ગ્રાઉન્ડ હોય તે રીતે પીવી સિંધુએ ગરબાના તાલે ઝૂમીને મોજ માણી હતી તેમજ ડાયમંડ નગરી તરીકે વિખ્યાત સુરતના મહેમાન બનેલા પીવી સિંધુએ હીરાની અગ્રણી કંપની હરીક્રિષ્ણા એક્સ્પોર્ટની મુલાકાત લીધી હતી.
આમ પણ કહેવાય છે ને કે, ગુજરાતમાં આવ્યા પછી કોઈપણ વ્યક્તિ ગુજરાતી બની જાય. પીવી સિંધુએ પણ હીરા ઘસ્યા હતા. રત્ના કલાકારોને હીરા ઘસતાં જોઈને પીવી સિંધુ પણ હીરા ઘસવા બેસીય ગયા. હીરા ઘસી આઈ ગ્લાસમાં હીરા જોવાનો પ્રયત્ન કર્યો હતો.
સાથે જ રત્ન કલાકારોને પ્રોત્સાહિત કરતા પીવી સિંધુએ કહ્યું કે જો કોઇ રત્નકલાકારોના સંતાનો રમત ગમતના ક્ષેત્રે આગળ વધવા માંગતા હોય તો તેમને પ્રોત્સાહિત કરવાની શિખામણ આપી હતી. સવજીભાઈ ધોળકિયાએ પીવી સીધુંને પોતાના મહેમાન બનાવી ખુબ જ પ્રેમ સન્માન આપ્યું હતું.
બેડમિન્ટનમાંથી બ્રેક લઈ પીવી સિંધુએ હીરા ઘસવાની ઘંટી પર હાથ અજમાવ્યો હતો તેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. પીવી સીધુએ હીરા કલાકારો પાસેથી હીરા ઘસવાની ટેકનિક જાણી હતી. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીવી સિંધુ હીરા ઘસવાની ઘંટી પર બેઠી છે અને તેની આસપાસ કલાકારો તેને હીરા ઘસવાની ટેકનિક વિશે માહિતી આપી રહ્યા છે.
બેડમિન્ટન પ્લેયર પી.વી સિંધુએ સુરતમાં ઘસ્યા હીરા; વાયરલ થયો વીડિયો #Viral #TrendingNews #Gujarat #ZEE24Kalak pic.twitter.com/cbxCQ1OqeZ
— Zee 24 Kalak (@Zee24Kalak) October 1, 2022