Gujarat

સુરત મા વધુ એક હત્યા! પ્રેમ સસબંધ ના લીધે બહેન નુ ઘર ટુટવા ની દાજ રાખી પ્રેમના ભાઈની

હાલ ના સમય મા ગુજરાત ના અનેક મોટા શહેરો મા હત્યા અને લુટ જેવા ગભીર ગુનાઓ ના પ્રમાણ મા સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જ્યારે અમદાવાદ બાદ હવે સુરત મા પણ હત્યા નો બનાવ સામે આવ્યો છે જેણા બે યુવાન નો પર ત્રણ શખ્સો પ્રેમ સબંધ ના કારણે એ બહેન નુ ઘર ભાંગતા જીવલેણ હુમલો કર્યો હતો જેમા એક યુવાન નુ મોત થયુ હતુ.

આ ઘટના અંગે દિવ્ય ભાસ્કર ના અહેવાલ મુજબ એવુ જાણવા મળેલ કે સુરતના રુદરપુરા પોલીસલાઈન વિસ્તારમાં ગત રોજ વહેલી સવારે સાત વાગ્યાના સમયગાળા બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો થયો હતો જેમા માવિયા મોહમ્મદ હબીબ કચ્છી અને તેના ભાઈ યામીન કચ્છી પર ત્રણ જેટલા શખ્સો એ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો.

જ્યારે આ ઘટના ની જાણ થતા અઠવા પોલીસનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી જ્યારે ઇજાગ્રસ્ત બંને ભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા જયારે આ ઘટના મા સારવાર દરમિયાન આમીન કચ્છી નુ મોત થયુ હતુ જ્યારે પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે પોલીસ તપાસ મા સામે આવ્યુ હતુ કે પ્રેમ સબંધ મા યુવતીનુ ઘર ભાંગતા આ હત્યા ઘટના બનવા પામી હતી જેમા હબીબ ઈસ્માઈલ શેખની બહેન તેના પતિ સાથે રહેતી હતી. જોકે તેની સાથે અન્ય એક યુવક માવિયા મોહમ્મદ હબીબ કચ્છી સાથે પ્રેમસંબંધ હતો. જેથી હબીબ શેખની બહેને તેના પતિને છોડી દઈ ઘરે આવી ગઈ છે તેવું માનવામાં આવતું હતું. આ વાતની અદાવત રાખી બહેનનું લગ્ન જીવન તોડાવી નાખ્યું હોવાનું માનીને બહેનના પ્રેમીને ઝઘડો કરવા બોલાવ્યો હતો.

જ્યાર બાદ આ ઘટના બની હતી જેને પગલે આ ઘટનામાં અઠવા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!