સુરત: પાટીદાર પરીવારે માનવાતા મહેકાવી ! અંગદાન થકી 5 લોકો ના નવુ જીવન મળશે જ્યારે કિરણ હોસ્પિટલ
અનેક એવા કિસ્સાઓ સુરત માથી સામે આવે છે જેણા બ્રેનડેડ થયેલ વ્યક્તિના અંગદાન થી અન્ય વ્યકિત ને નવુ જીવન મળ્યુ હોય. ત્યારે હાલ જ વધુ એક અંગદાન નો કિસ્સો સામે આવ્યો છે જેમા એક પાટીદાર મહોલા બ્રેન ડેડ થતા પરીવારે તેના અંગો નુ દાન કરવાનો નિર્ણય લીધો હતો અને પાંચ લોકો ને નવુ જીવન આપી માનવતા મહેકાવી હતી.
જો આ ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ખેડાના ઠાસરા તાલુકાના કાલસર ગામના ભારતીબેન કનુભાઈ પટેલ (60)ને વારંવાર ચક્કર આવતા હોવાથી તેમની પુત્રી મયુરી તેમને બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યારે તબીબો પાસે થી જાણવા મળેલ કે નાના મગજ ની નસો મા ફુગ્ગો થયો છે જ્યારે વધુ સારવાર માટા પરીવારે તેને સુરત ની કીરણ હોસ્પીટલ મા ખસેડાયા હતા.
જ્યારે ભારતીબેન નુ તારીખ 6 ના રોજ ઓપરેશન કરી નાના મગજ નો ફુગ્ગો દુર કરવા મા આવ્યો હતો જ્યારે તારીખ 8 ના રોજ ભારતીબેન બ્રેનડેડ થયા હતા. જયારે આ વાત ની જાણ ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
જ્યારે અંગદાન માટે ભારતીબેનના પરિવારજનો ની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરાયો હતો. અને ભારતીબેન ના પાંચ અંગો નુ દાન કરાયું હતુ જેમા કિડની અને લિવર કિરણ હોસ્પિટલને ફાળવ્ય હતા. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 22 વર્ષીય યુવકમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બિલીમોરાના 53 વર્ષીય આધેડમાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના 61 વર્ષીય વૃદ્ધમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતુ.