Viral video

કરોડપતિ બન્યા બાદ શાશ્વત ગોયલ ખાલી સીટ પાસે જ ધ્રુસકે ધ્રુસકે રડ્યો ! વાત જાણી બીગ બી પણ ભાવુક થઈ ગયા…જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ‘કૌન બનેગા કરોડપતિ ‘ની હોટ શીટ પર બેસનાર ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ સોશીયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જે ને કરોડ રૂપિયા જીત્યા છતાં પણ તે એક ખાલી ખુરશી પાસે જઈને રડવા લાગ્યો. આ યુવાનનું નામ શાશ્વત ગોયલ છે અને દિલ્હીનો રહેવાસી છે. ઇ કોમર્સ કંપનીમાં સ્ટ્રેટેજી મેનેજર છે. આ એપિસોડ 10 ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે પણ હાલમાં આ શોનો હદયસ્પર્શી વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

હોટ શીટ સુધી પહોંચવું ખૂબ જ કઠિન છે. ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફસ્ટમાં શાશ્વત ગોયલનું નામ ટોપ પર આવતા જ અમિતાભ તેમને હોટસીટ પર આવવા માટે બોલાવે છે. આ સાથે જ અમિતાભે કહ્યું હતું કે તે પોતાના કમ્પેનિયન તરીકે કોઈને લાવ્યો નથી અને એકલો જ આવ્યો છે, આ વાત સાંભળીને રડતી આંખેશાશ્વતે કહ્યું હતું, જ્યારે પહેલી જ વાર વર્ષ 2000માં આ શો ટીવી પર આવ્યો ત્યારે હું પરિવાર સાથે રાત્રે નવ વાગે આ શો જોતો હતો.

તે સમયે મારી માતા કહેતી કે તેમનું સપનું છે કે દીકરો એક દિવસ હોટસીટ પર બેસે, પરંતુ કોરોનાની બીજી લહેરમાં મારી માતાનું અવસાન થયું હતું. ત્યારથી લઈને આજ સુધી મારા જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી છે..વધુમાં શાશ્વતે કહ્યું હતું, ‘હોટસીટ સુધી પહોંચવા હું છેલ્લાં નવ વર્ષથી પ્રયાસ કરતો હતો. જોકે, હું જેના માટે આ પ્રયાસ કરતો હતો તે જ આજે દુનિયામાં નથી.’

આટલું બોલતા જ તેમની આંખોમાં આંસુઓ આવી ગયા અને ધુસકે ધ્રુસકે રડવા લાગ્યો. સ્પર્ધક સાથે આવેલા કમ્પેનિયન જ્યાં બેસે છે, ત્યાં જાય છે અને રડે છે. તેણે કહ્યું હતું, ‘તમારા માટે, અહીંયાની ઓડિયન્સ માટે, ઘરે બેઠેલાં દર્શકો માટે આ સીટ ખાલી છે, પરંતુ મારા માટે આ સીટ પર જેને હોવું જોઈએ તે આજે પણ હાજર છે.’ તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવાન કરોડ રૂપિયા જીતી ગયો છે.

આ પ્રમોમાં શરૂઆતમાં હદયસ્પર્શી ઘટના બતાવવામાં આવે છે અંતે દેખાડવામાં આવે છે કે, શાશ્વત એક કરોડની ઈનામી રકમ જીતી જાય છે અને તે 7.5 કરોડના સવાલનો જવાબ પણ આપે છે. શાશ્વત છેલ્લા સવાલનો જવાબ સાચો આપે છે કે નહીં તે તો શો જોયા બાદ જ ખબર પડશે. જો શાશ્વત સાડા સાત કરોડનો જવાબ નહીં આપી શકે તો તે 75 લાખ રૂપિયા જીતશે હવે જોવાનું રહ્યું કે 7.5 કરોડ જીતે છે કે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!