ઓસ્કર નોમિનેટેડ મૂવીના બાળ કલાકાર રાહુલ કોળીનું નિધન, તેરમાના દિવસે રીલીઝ થશે ફિલ્મ છેલ્લો શો….
હાલમાં જ એક ખૂબ જ દુઃખ સમાચાર સામે આવ્યા છે. આપણે જાણીએ છે કે, હાલમાં જ ઓસ્કર એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની પસંદગી થઈ હતી અને આ ફિલ્મ ગુજરાત નાનાં એવા ગામના બાળકોએ અભિનય કરેલ. આ ફિલ્મમાં જામનગરના બાવરી સમાજનાં 16 વર્ષીયરાહુલ અભિનય કરેલ. ફિલ્મ સિનેમા ઘરોમાં આવે એ જ પહેલા. રાહુલ કોળીનું લ્યુકેમિયાના કારણે તેની પ્રથમ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ નિધન થતા પરિવાર અને ફિલ્મના ક્રૂમાં ગમગીની છવાઇ છે વિધિના કેવા લેખ કે, જે દિવસે આ તરુણ ની તેરમુ હશે ત્યારે જ ફિલ્મ સિનેમા ઘરોમાં આવશે.
રાહુલ જ્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો તે દરમિયાન છેલ્લો શો મુવીના ડિરેક્ટરે તેને સ્કૂલમાં જોયો હતો અને ત્યારબાદ તેનું સિલેક્શન કર્યું હતું. કોરોકાળમાં ભાવનગર વિસ્તારમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. અચાનક દીકરાનું નિધન થઈ જતા પરિવારમાં શોકનો માહોલ વર્તાય ગયો. ફિલ્મ જગતમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.
પરિવાર દ્વારા જાણવા મળ્યું હતું કે, ફિલ્મના શૂટિંગ બાદ રાહુલ બીમાર પડ્યો હતો અને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને બ્લડ કેન્સરના કારણે ખરાબ થતી હતી ત્યારે ફિલ્મના પ્રોડ્યુસરે દવાખાનાનો તમામ ખર્ચો પણ આપ્યો હતો.‘રાહુલમાં પિતા એ જણાવ્યું હતું કે, ડોક્ટરોએ તેની બીમારી વિશે ખાસ કઇ વાત કરી ન હતી. પણ તેને બ્લડમાં કણ બનતાં ન હતાં અને તેના હાડકાનો માવો સૂકાઇ જતો હતો. રાહુલને બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયા હોવાનું નિદાન થયા બાદ અમદાવાદની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યૂયમાં છેલ્લા ચાર મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી.
શૂટ પૂર્ણ થયા પછી પરિવારને બીમારીની જાણ થઇ હતી. તેને શરૂઆતમાં થોડો તાવ હતો અને દવા લેવા છતા તે વારંવાર બીમાર પડી રહ્યો હતો. રાહુલ કોળીએ ફિલ્મમાં સિગ્નલમેનના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. છેલ્લો શો ફિલ્મમાં 6 બાળ કલાકારો છે, જે તમામ સ્ટોરીમાં ખૂબ મહત્વનો રોલ નિભાવતાં જોવા મળશે. ખરેખર ગર્વની વાત છે કે, ઝૂંપડપટ્ટીમાં રહેતો રાહુલ છેલ્લા શો મુવીમાં અભિનયનાં ઓજસ પાથરીને જગતને અલવિદા કરી ગયો છે.