Entertainment

ઓસ્કર નોમિનેટેડ મૂવીના બાળ કલાકાર રાહુલ કોળી ની અંતિમ ઈચ્છા અધૂરી રહી ગઈ ! પિતાએ કહ્યું ‘રાહુલ મને કહેતો હતો કે

ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની પસંદગી થઈ હતી અને આ ફિલ્મ ગુજરાત નાનાં એવા ગામના બાળકોએ અભિનય કરેલ. આ ફિલ્મમાં જામનગરના બાવરી સમાજનાં 16 વર્ષીયરાહુલ અભિનય કરેલ. આ ફિલ્મને સિનેમા ઘરોમાં આવે એ જ પહેલા. રાહુલ કોળીનું લ્યુકેમિયાના કારણે તેની પ્રથમ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ નિધન થતા પરિવાર અને ફિલ્મના ક્રૂમાં ગમગીની છવાઇ છે વિધિના કેવા લેખ કે, જે દિવસે આ તરુણ ની તેરમુ હશે ત્યારે જ ફિલ્મ સિનેમા ઘરોમાં આવશે.

ફિલ્મના શૂટિંગ બાદ રાહુલ બીમાર પડ્યો હતો અને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને બ્લડ કેન્સરના કારણે ખરાબ થતી હતી ત્યારે ફિલ્મના પ્રોડ્યુસરે દવાખાનાનો તમામ ખર્ચો પણ આપ્યો છેલ્લા ચાર મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી અને ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ રાહુલનું નિધન થઈ ગયું. સૌથી ખાસ વાત એ છે કે, જે દિવસે ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ રાહુલની તેરમી છે. આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં રાહુલની એક ઈચ્છા અધૂરી જ રહી ગઈ.

રાહુલ કોળી અને તેમના પરિવારજનો 14મી તારીખે ફિલ્મ રિલિઝ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, તે પહેલા જ રાહુલનું નિધન થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.
એક તરફ આ રાહુલ સફળતાની સીડી ચડવાની હતી પણ મોતને પગલે કુટુંબમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે હાલમાં જ પરિવારે જામનગર નજીક આવેલા તેમના વતન હાપામાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.

રાહુલના પિતાએ પોતાના દીકરાની અંતિમ ઈચ્છા વિશે જણાવ્યું હતું કે, ” આ ફિલ્મને લઈને હું ખૂબ ખુશ હતો. “રાહુલ મને કહેતો હતો કે, 14 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થયા બાદ આપણું જીવન બદલાઈ જશે.” રાહુલના અકાળે નિધનથી તેનો પરિવાર ખૂબ શોકમાં ગરકાવ થયો છે. ખરેખર આ ફિલ્મ તમામ બાળકોનું જીવન બદલી શકવાની હતી પરંતુ રાહુલ પોતાનું જીવન બદલતું જુએ એ પહેલા જ રાહુલને આ દુનિયામાંથી વિદાય લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!