રાજ્ય મા 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી જ્યારે વડોદરા મા 8 પી.આઇ ની આંતરીક બદલી ના આદેશ…જાણો કોને ક્યા??
હાલ ના સમય મા ગુજરાત મા જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ સતત રાજ્ય મા બદલી નો દોર ચાલી રહ્યો છે. જ્યારે વડોદારા મા વધુ 8 PI ની આંતરીક બદલી કરવા મા આવી છે. ચુટણી સમયે બદલી એ સામાન્ય વાત છે પરંતુ વડોદરા મા છેલ્લા થોડા સમય થી સતત આંતરિક બદલી કરવા મા આવી છે હાલ ના સયમ મા મોટાભાગના PIને લિવ રિઝર્વ પોલીસ કંટ્રોલરૂમમાંથી પોલીસ મથકોમાં મુકવામાં આવ્યા છે.
જેમા પી. આઈ શ્રી પી.વી દેસાઈ , શ્રી વાય. એમ મિશ્રા, શ્રી સી. પી વાઘેલા , શ્રી ડી.બી વાળા , શ્રી એસ. ડી રાતડા , શ્રી એન. એફ સિદ્દીકી, શ્રી એમ. એન શેખ ની લિવ રિઝર્વ પોલીસ કંટ્રોલરૂમમાં આંતરીક બદલી કરવા મા આવી છે. જ્યારે શ્રી ડી.વી ડોલા ની બદલી સેકન્ડ સી.ટી પોસ્ટ ખાતે કરવા મા આવી છે.
જયારે બીજી બાજુ મહેસૂલ ખાતા દ્વારા પણ બદલીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. 23 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા હતા. જે બાદ ફરી રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.