સુરત વિશ્વ ફલકે ચમકશે! હવે એપલના ફોનનાં સ્પેસપાર્ટ્સ સુરતની આ કંપનીના બનશે, જાણો ક્યાંથી અને ક્યાં…
સુરત શહેર હંમેશા ચર્ચામાં રહે છે, સૌ ગુજરાતીઓ માટે ગૌરવવંતી વાત છે. સુરત શહેરની હીરાની કંપનીએ સમગ્ર વિશ્વમાં ભારત માતાનું ગૌરવ વધાર્યુ છે. વિશ્વ વિખ્યાત બ્રાન્ડ એપલના આઇફોનના સ્પેરપાર્ટ્સ હવે ચીનના બદલે સુરતની હીરા અને એન્જિનિયરિંગ કંપની દ્વારા તૈયાર કરવામાં આવશે. તમને જાણીને નવાઈ લાગશે કે, સુરતની કંપનીએ મેઈક ઇન ઇન્ડીયા અને આત્મનિર્ભર ભારતનું સુત્ર સાચા અર્થમાં સાર્થક કર્યુ છે.
સુરતની હીરા અને એન્જિનિયરિંગ કંપની અને એપલ કોર્પોરેશન વચ્ચે વિશ્વ વિખ્યાત બ્રાન્ડ એપલના આઇફોનના સ્પેરપાર્ટ્સ બનાવવા માટે 1000 કરોડ રૂપિયાનો એમઓયુ સાઈન થયા છે. ચાઈનામાં સ્પેરપાર્ટસ બનાવતી કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ એપલ કંપનીએ ચાઈનાના મકબુત વિકલ્પ તરીકે સુરતની એન્જિનિયરિંગ કંપનીને સોંપ્યું છે.
ચાઇનીઝ કંપની સાથે કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ એપલે સુરતની હીરા-એન્જિનિયરિંગ કંપની પર એપલે પસંદગી ઉતારી છે.વધુમાં 2025 સુધીમાં આઇફોનના તમામ મોડલ ભારતમાં બનશે.2025 સુધીમાં આઇફોનના મોટાભાગના મોડલનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં શરૂ થઈ જશે.
વિશ્વની અલગ અલગ કંપનીઓ દ્વારા આ માટે ટેન્ડર સબમિટ કરવામાં આવ્યા હતા.જેમાં સુરતની આ કંપની દ્વારા પણ ટેન્ડર ભરવામાં આવ્યું હતું જેમાંથી યોગ્ય કંપની સાથે એપલ દ્વારા સુરતીની કંપની સાથે એપલે એમઓયુ સાઈન કર્યા છે. ગ્લોબલ ટેન્ડર બાદ સુરતની કંપની દ્વારા આગામી ટૂંક સમયમાં આઇફોનના પાર્ટ્સનું પ્રોડક્શન પણ શરૂ કરી દેવામાં આવનાર છે.
કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે પણ આ બાબતે નિવેદન આપ્યુ છે જાપાનની વેબસાઇટે એરપોડ્સ અને બીટ હેડફોન્સનું પ્રોડક્શન ભારતમાં ખસેડવામાં આવી રહ્યું હોવાની માહીતી આપી છે.હાલમાં જ એપલે પોતાના ફ્લેગશીપ આઇફોન-14 મોડેલનું ઉત્પાદન ભારતમાં શરૂ કરવાની જાહેરાત કરી છે.આઇફોન-13 નું મેન્યુફેક્ચરિંગ પહેલેથી જ ભારતમાં શરૂ થઈ ચુક્યુ છે.