Gujarat

દિવાળીના વેકેશન મા આ ગુજરાત ના સ્થળ મા ભારે ડિમાન્ડ ! જો તમે પણ જવાનું નક્કી કર્યુ હોય તો જાણી લેજો કે 20 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર

હાલમાં હવે દિવાળીના તહેવારને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે સૌ કોઈ લોકો ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હશે. ચાલો અમે આપને એક એવા સ્થાન વિશે જણાવીશું જે ખૂબ જ સુંદર અને નયનરમ્ય છે. આમ પણ કહેવાય છે ને કે, ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત પાસે છે. જે લગભગ 400 કિમિ સુધી ફેલાયેલો છે, ત્યારે જે લોકોને દરિયા કિનારા સૌથી વધુપ્રિય છે તેમને શિવરાજપુર બીચની મુલાકાત અચૂક લેવી જોઈએ.

શિવરાજ પુર બીચ. જે દ્વારકાથી માત્ર 11.6 કિમી દૂર આવેલો છે અને ત્યાં પહોંચતા 20 મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે. આ બીચની ખાસિયત એ છે કે ત્યાનું પાણી કાચ કરતા પણ ચોખ્ખુ છે. માટે ત્યાં ફરવા જવામાં જલસો પડી જશે અને સૌથી ખાસ વાત એ કે, આ બીચ ગુજરાતનો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો બીચ છે.


શિવરાજપુર બીચ પાસે દીવાદાંડી અને ખડકાળ કિનારા પણ છે. જો તમે બીચ પર જાઓ તો અહીં આવેલી દીવાદાંડી જોવાનું ચુકતા નહીં. અહીં દૂર દેશથી  આવતા પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત એડવેન્ચર શોખીનો પણ શિવરાજપુર બીચ પર જતા હોય છે. પાછલા થોડા વર્ષોથી આ બીચ પર એડવેન્ચર એક્ટિવીટીઝ પણ કરવામાં આવે છે જેના કારણે ટૂરિસ્ટો માટે આ બીચ ખૂબ પોપ્યુલર બન્યો છે.

 વોટર સ્પોર્ટ્સના શોખીનો આ બીચ પર ખૂબ જાય છે. આ ઉપરાંત અહીં ભીડ ન હાવાના કારણે તમે શાંતિમાં સમય પસાર કરી શકો છો. આ બીચની સુવિધાની વાત કરીએ તો અહીંયા પીવાનું પાણી, ફર્સ્ટ એડ સ્ટેશન, ચેન્જિંગ રૂમ ,ચિલ્ડ્રન પાર્ક ,ફિટનેસ સેન્ટર , સૂક્બા ડાઈવિંગ ,સ્નોર્કલિંગ,બોટિંગ ,આઈસલેન્ડ ટૂર ,સી બાથ ઉપલબ્ધ છે. આ દિવાળીનાં તહેવારના ફરવાનું જવાનું વિચારી. રહ્યા છો તો શિવરાજપુર બીચને લઈને મહત્વની વાત સામે આવી છે.


શિવરાજપુર બીચની આસપાસ આંનદ દાયક સ્થળો  આવેલા છે જેમકે, દ્વારકાધીશનું મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લીંગ, રુકમણીદેવીનું મંદિર, સનસેટ પોઈન્ટ.  આટલું બધું એક જ જગ્યા એ જોવા મળે તો દિવાળીના શિવરાજપુર બીચે જરૂરથી જજો.શિવરાજપુર બીચમાં વૉટર રાઈડ અને સ્કુબા ડાઇવિગ હોવાથી લોકોમાં તેનું એક અલગ જ આકર્ષણ છે.


. આથી દ્વારકા જિલ્લામાં આવેલા મોટા ભાગની કેમ્પ સાઈટ અત્યારથી જ ફૂલ થઈ ગઇ છે તમેં પણ દિવાળીમાં હકગ5 ફરવાનું જવાનું વિચારી રહ્યા છો તો અમે આપને જણાવીએ કે, શિવરાજપુરના બીચમાં સ્કુબા ડાઇવિંગ માટે તા. 20 થી 30 ઓક્ટોબર સુધીનું બુકિંગ ફુલ થઈ ગયું છે. તો રાહ ન જુઓ તમે પણ તમારું બુકિંગ કરી દો કારણ કે શિવરાજપુર બીચ જવાનો અવસર મુકવો ન જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!