Gujarat

લ્યો બોલો ! રેલ્વે એ હનુમાનજી ને નોટિસ મોકલી ” 10 દીવસ મા મંદિર ખાલી કરો..

આ આપણું ભારત છે, અહીંયા અનેક પ્રકારની અજબ ગજબ ઘટનાઓ ઘટતી રહે છે. અત્યાર સુધી આપણે ભગવાન સામે કેસ થાય એવું આપણે માત્ર ફિલ્મોમાં જોયું પરંતુ હાલમાં જ એક એવી ઘટનાં હકીકતમાં બની છે. વાત જાણે એમ છે કે, હનુમાનજીને મંદિર ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ આપવા પાછળનું કારણ શું છે તે અંગે સંપૂર્ણ માહિતી જાણીએ.

ગેરકાયદેસર જગ્યા પર બાંધકામ કરવામાં આવે ત્યારે સમયાંતરે સંબંધિત વિભાગ દ્વારા અતિક્રમણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે.આ કામગીરી પહેલા પ્રથમ અતિક્રમણ કરનારને નોટિસ મોકલવામાં આવે છે.અતિક્રમણ હટાવવામાં આવતું નથી ત્યારે કાયદેસરની કાર્યવાહીની સાથે બુલડોઝર પણ દોડે છે.બનાવ એવો બન્યો કે, ઝારખંડનાં ધનબાદમાં રેલ્વેએ હનુમાનજીને નોટિસ મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે 10 દિવસમાં મંદિર ખાલી કરો, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રેલવેએ હનુમાન મંદિરની બહાર આ નોટિસ ચોંટાડી છે. નોટિસમાં હનુમાનજીના નામ છે અને લખેલું છે કે તમારું મંદિર રેલવેની જમીન પર છે. ગેરકાયદેસર છે. નોટિસ મળ્યાના 10 દિવસમાં મંદિર દૂર કરો અને જમીન ખાલી કરો. અન્યથા તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ખરેખરમાં ધનબાદના બાકરબંધ વિસ્તારમાં ખટીક બસ્તી નામનો એક મહોલ્લા છે.

ખટીક બસ્તી સ્થિત હનુમાન મંદિર પણ સામેલ છે. રેલ્વેએ આ નોટિસ હનુમાન મંદિર સાથે લગભગ 300 લોકોને મોકલી છે. અહીં ખાટીક બસ્તીના લોકોનું કહેવું છે કે તેઓ 20 વર્ષથી રેલવેની જમીન પર રહે છે, તે તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી જેથી રેલવે અધિકારીએ આ એક ભૂલ ગણાવી છે, તેમનું કહેવું છે કે આ નોટિસમાં ભગવાન હનુમાનજીનું નામ ભૂલથી લખાઈ ગયું છે. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. અમારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!