Gujarat

સુરતના કારખાનેદાર યુવાને તાપી નદી મા કુદી આપઘાત કરી લીધો ! સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે “પોણા બે કરોડ રૂપિયા

હાલમાં સુરત શહેરમાં અનેક પ્રકારની ઘટનાઓ બને છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, સુરતના એમ્બ્રોડરીના વેપારીએ તાપી નદીમાં ડુબીને મોતને વ્હાલું કર્યું અને આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટમાં આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું હતું. હાલમાં આ ઘટના સૌ કોઈ યુવાનો માટે ચેતવણી સમાન છે. ચાલો અમે આપને જણાવીએ કે કયા કારણોસર આ યુવાને આત્મહત્યા કરવી પડી.

વાત જાણે એમ છે કે, આજના સમયમાં દરેક વ્યક્તિને ધનવાન બનવું છે અમે પૈસા ક્યાં માર્ગેથી વધુ આવી શકે તે માટે થઈને શેરબજાર તેમજ અનેક અન્ય માર્ગો અપનાવે છે. ત્યારે આ યુવાને ડબ્બા ટ્રેડિંગમાં 3 કરોડથી વધુની રકમ ડુબી જતા સટ્ટા બજારીઓ દ્વારા કરાતી ઉઘરાણી અને દબાણને કારણે જીવન ટૂંકાવી લિધુ.યુવાને ઘરેથી 3 વાગ્યે નીકળીને જ્હાંગીરપુરા તાપી નદીમાં ઝપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જાણવા મળ્યું હતું કે મૃતક વ્યક્તિ ચિરાગ હિતેશભાઇ પારેખ મુળ અમરેલી દામનગરના વતની છે.

હાલ ઉત્રાણ શાલીગ્રામ હાઇટ્સમાં રહે છે તેમજ એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો. ઘરેથી ગુમ થયા બાદ ચિરાગે આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.ચિરાગ પારેખે આત્યાંતિક પગલું ભરતા પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર આપઘાત કરવાનો હોવાની પોસ્ટ મુકી હતી.સટોડીયાઓ દ્વારા તેની પાસે ઉઘરાણી કરીને દબાણ કરવામાં આવી રહ્યું હતું. સટોડીયાઓને રકમ પરત નહીં કરી શકાતા સતત દબાણને કારણે માનસિક તણાવમાં આવીને ચિરાગ પારેખે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.

ચિરાગે લખેલી બે પાનાની સ્યુસાઇડ નોટમાં હું આ પગલું અમુક લોકોના માનસિક ત્રાસથી ભરી રહ્યો છું. શેર બજારમાં ડબ્બાવાળા પાસેથી આઈડી ખોલાવ્યા હતા.
પંકજભાઈ દુધાત અને જયદીપ મેરને 2 કરોડ રૂપિયા દેવું ચૂકવ્યા બાદ પણ તેઓ ત્રાસ આપતા હતા. ઉપરાંત હરેશભાઈ અને પરાગ રમેશભાઈ સાગર આ વ્યક્તિઓ પાસેથી કુલ મળીને 38 લાખ રૂપિયા લેવાના નીકળતા હોય તે પૈસા તેને મળ્યા ન હતા. આ પગલુ મેં આ લોકોના કારણે ભરેલું છે. મારા પરિવારને પૂરતું વળતર અપાવજો.

આ લોકો પરિવારને હેરાન ન કરે તેનું ધ્યાન રાખજો, નિખિલભાઇ કથીરિયા અને જયેશ કાકાના નામનો ઉલ્લેખ કરીને આ વહીવટને થાળે પાડવાની વિનંતી પણ સ્યુસાઇડ નોટમાં કરી હતી.ઉપરાંત ચિરાગે તેના માતા-પિતા અને ભાઈ-ભાભીની માફી પણ માંગી હતી. ચિરાગે લખ્યું માતા-પિતાને હું તમારો ક્યારેય સારો દીકરો બની શક્યો ન હતો. જે લોકોના ત્રાસથી હું આ પગલુ ભરૂ છું, તે લોકોની સામે કડક પગલા લેવાય તેવી સરકારને અપીલ પણ તેને સ્યુસાઇડમાં કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!