હિન્દુ યુવાનનુ હ્દય આજે પણ ધબકે છે મુસ્લિમ યુવાનમા ! અંગદાન નો કિસ્સો જાણી આંખો મા આસુ આવી જશે..
ઘણા કિસ્સાઓ એવા હોય છે જે આપણ ના હ્દય સુધી સ્પર્શી જાય છે આવો જ એક કિસ્સો આપને જણાવિશુ જે ઘટના જાણી આપને પણ આંખમા આસુ આવી જશે. આ ઘટના ની શરુવાત 2017 થી થાય છે જેમા નવસારી નાં ગણદેવી તાલુકાના ખાપરિયા ગામની, અમીત રમણભાઈ હળપતિ નામનો યુવાનો યુવાન તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
આ ઘટના મા બન્ને મિત્રો ને ગંભીર ઈજાઓ થઈ હતી જેમા અમીત હળપતિ ને માથા ના ભાગે ઈજાઓ થતા સુરત ની સિવિલ હોસ્પિટલ મા ખસેડવા મા આવ્યો હતો જ્યારે સારવાર બાદ ડો. મોદી દ્વારા તેને બ્રેન ડેડ જાહેર કરાયો હતો. આ ઘટના ને કારણે પરીવાર મા દુખ ની લાગણી છવાઈ હતી જ્યારે આ વાત ની જાણ સુરત નાં એનજીઓ ડોનેટ લાઈફ થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
જ્યારે તેમણે પરિવાર ને મળી અંગદાન નુ મહત્વ સમજાવ્યુ હતુ અને કેવી રીતે અન્ય દર્દી ઓ ને નવજીવન મળી શકે તે જણાવ્યુ હતુ જેમા અમીત ના માતા ઉકીબેન અને ભાઈ અજય અને બેન દક્ષાને અંગદાન માટે હા પાડી હતી. જ્યારે અમિનનુ અંગદાન કરવાનું નક્કી થતા. જ્યારે આગળ ની કાર્યવાહી મા એનજીઓ ડોનેટ લાઈફ દ્વારા મુંબઈ જાણ કરવા મા આવતા મુંબઈથી ડોકટરની ટીમ સુરત આવી પહોંચી હતી.
જ્યારે અમીન ના હૃદય, કીડની, લીવર, અને પેંનક્રિયાસનુ દાન કરવાનુ હતુ જેમા ખાસ કદીને ને હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે માત્ર 4 કલાક જેટલો જ સમય મળે છે ત્યા સુધી મા અન્ય દર્દી ના શરીર મા હ્દય ધબકતુ કરવુ પડે છે અને આ સમય ટ્રાવેલીંગ મા જતો રહતો હોય છે. ત્યારે સુરત સિવિલથી 85 મિનિટમાં 277 કિમી નું અંતર કાપી અમદાવાદ સિમ્સ હોસ્પિટલ માં અમીત નુ હ્દય સોહેલ વ્હોરામા હદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
જેમા અન્ય અંગો ની વાત કરવા મા આવે તો અંગ કીડની પેનક્રિયાસ રિતિકા અને યુપીના હિતેશ ગોહેલ બીજી કીડની અને લીવર ભૌતિક પટેલ આપી આ રીતે ચાર જીંદગી નો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે સોહેલ વ્હોરા ની વાત કરવા મા આવે તો તે 2002 થી હાર્ટ નો દર્દી હતો જ્યારે અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલ તેની સારવાર ચાલી રહી હતી. જ્યારે અનેક ઓપરેશનો અને સર્જરી બાદ પણ તેની બિમારી ઢીક નોહતી થઇ અને 2016 થી હાર્ટ બદલવાની રાહ જોતાં હતાં ત્યારે અમીત નુ હ્દય મળતા પરીવાર મા ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી.
2017 માં અમીત હળપતિનું માતા ઉકીબેન દ્વારા દાન કરવામાં આવ્યું અને અમીતનું હદય સોહેલ વ્હોરા મા ધબકતુ થતુ હતુ પરંતુ અહી દુખ ની વાત એ હતી કે ઉકીબેને તેનો બિજો દીકરો અજય પણ ગુમાવી દીધો હતો અને ઘરમા કોઈ પુરુષમા વડીલ રહ્યુ ન હતુ જ્યારે ઉકીબેન અને અજય ની પત્ની ખેત મજુરી કરી જીવન વિતાવવા લાગ્યા હતા.
જ્યારે સોહેલ વ્હોરાએ ઉકી બેન સાથે ઘર જેવા સબંધ રાખ્યા છે અને હંમેશા ઉકીબેન ને અવાર નવાર ફોન કરી અથવા ભળવા પહોંચી જાય છે જ્યારે સૌપ્રથમ વખત ઉકીબેન ના ગામ મા પહોંચે છે ત્યારે આખુ ગામ તેને જોવા ઉમટી ટડે છે ત્યારે સોહેલ ને પણ એક માતા નુ દર્દ સમજાઈ છે અને અમીત ની માતા ને મદદરૂપ થવા ના પ્રયાસ કરે છે.
ઓર્ગન ડોનેશનનાં પાચ વર્ષ જેવો સમય વિતી ગયો છે છ તાં આજે પણ સબંધ પોતાના પુત્ર જેવો જ છે. સોહેલ વ્હોરા આજે પણ અમીત હળપતિની બેનની ખબર પણ લેતા હોય છે અને ઉકીબેનને પણ મળવા જતાં હોય છે. અઠવાડિયામાં વાત નાં થાય તો સોહેલ સામેથી ટેલિફોન કરી વાત કરી લે અને ખબર પૂછે છે