Gujarat

એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા હુમલા મામલે મોટા સામાચાર! આરોપી સાજણ ભરવાડ ને કોર્ટે…

સુરતમાં ક્યારે કઈ ઘટના બને છે અને ક્યારે એ ઘટના દબાઈ જાય છે એ કોઈ નથી જાણતું. થોડા મહિના પહેલા સુરત શહેરમાં સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો.

આ ઘટના હવે ફરી એકવાર આગની જેમ ફેલાઈ છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી પણ 9 સપ્ટેમ્બરના રોજ ના મંજૂર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં સાજન ભરવાડના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેની સુનાવણીમાં આજે મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડને શરતી જામીન આપવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટે સાજન ભરવાડને 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કર્યો છે. જામીન અંગે શરત મૂકી છે કે જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી તે સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે તે ઉપરાંત એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારે આ ઘટનામાં વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં એવો નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા હતા.

સુરત પોલીસ એક્શનમાં આવતા 37 TRB જવાનોને પણ ડિસમીસ કરી દેવાયા હતા. તો સાથે મોડી ફરિયાદ લેનાર સરથાણા PIની બદલી કરી દેવાઇ હતી.  PI એમ.કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા હતા. તદુપરાંત એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવાઇ હતી. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા હતા તો સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!