મોરબી : પરિણીતા એ કરવાચોથ ના દીવસે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! કારણ એવુ છે જાણીને…
કાલનો દિવસ દરેક પરણીતા માટે ખાસ હતો કારણ દરેક પત્નીઓએ પોતાના પતિની લાંબા આયુષ્ય માટે વ્રત રાખ્યું હતું. એક તરફ દરેક પરણીતાઓએ ખુશીથી પોતાના પતિ સાથે વ્રતની ઉજવણી કરી હતી પરંતુ મોરબી શહેરમાં ખૂબ જ દુઃખદાયી ઘટના બની છે. આ વાત જાણીને કોઈપણ વ્યક્તિને મનમાં વિચાર જરૂર આવે કે, કોઈપણ પરિસ્થિતિ કે મુશ્કેલીમાં ક્યારેય આત્મહત્યા ન કરવી જોઇએ.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મોરબીના રંગપર ગામે રહેતી 23 વર્ષીય આરતિબા જયદીપસિંહ ઝાલા નામની પરિણીતાએ ગળોફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ આત્મહત્યા પાછળનું કારણ જાણીને તમારું હૈયું પણ કંપી જશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, કરવાચોથનાં દિવસે દરેક પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને પતિના હાથે પાણી પીને આ વ્રત તોડે છે.
મૃતક મહિલા આરતી બાએ આ વ્રત રાખ્યું હતું પણ બનાવ એવો બન્યો કે, કરવાચોથના દિવસે આરતીબાના પતિ કામે હોવાથી તેમણે રાત્રે ઘરે મોડું આવવાનું કહ્યું હતું. આ કારણે આરતી બાને ખોટું લાગતાવ્રત છોડ્યા વગર જ ગળાફાંસો ખાઇ મોત વ્હાલું કર્યું હતું. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આખરે કેમ પરિણીતાએ અંતિમ પગલું ભર્યું છે અને તેની પાછળ કોઇ અન્ય કારણ જવાબદાર છે કે કેમ? તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના પાછળ માત્ર આજ કારણ જવાબદાર છે કે, પછી કોઈ અન્ય જ રહસ્ય છુપાયેલ છે કારણ કે, એક રીતે જોઇએ તો કોઈપણ વ્યક્તિ આવી નાની વાતને લઈને પોતાનું જીવન તો ન જ ટૂંકાવી દે તેમજ એક પતિ તરીકે ફરજ આવે કે જેણે દિવસ રાત ભૂખ્યા રહીને વ્રત રાખ્યું છે તેના માટે એક દિવસ કામથી વહેલા ન આવી શકાય? આ ઘટના નો ભેદ તો પોલીસ તપાસમાં જ સામે આવશે.