Gujarat

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશ ખબર ! વધુ એક રોરો ફેરી સર્વિસ ચાલુ કરાશે સુરત થી અમરે….જાણો વિગતે

આપણે જાણીએ છે કે, હાલમાં ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારની સુવિધાઓ વધી રહી છે. આ સુવિધાઓમાં મોટેભાગે પ્રવાસન વિભાગમાં જોવા મળી રહી છે, ત્યારે હાલમાં જ સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ખુશ ખબર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, વધુ એક રો રો ફેરી શરૂ થવા જઈ રહી છે. સમુદ્રમાર્ગ દ્વારા ઘણું અંતર ઓછું થઈ જાય છે, ત્યારે હવે સુરત શહેરબાદ હવે અમરેલીમાં રો રો ફેરી શરૂ થશે.

 

 

 

 

આપણે જાણીએ છે કે, જિલ્લાની મોટી વસતી સુરતમાં રહે છે.
મોટાભાગના લોકોને અવર જવર થતી હોય જેથી તેમના માટે હવે આ સફર સરળ રહેશે. ટૂંક જ સમયમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ અને સુરત વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ થવા જઈ રહી છે. અત્યારે સુરતથી અમરેલી વચ્ચે સફર કરવા માટે 450 કિલોમીટરનું અંતર કાપવું પડે છે.

સુરતથી અમરેલી જવું હોય તો આખી રાત પસાર કરવી પડે. રોડ માર્ગની સફર સમય ઉપરાંત બળતણના વપરાશની દૃષ્ટિએ પણ મોંઘી પડે છે કારણ કે તેના વિકલ્પ તરીકે હવે રો-રો ફેરી સર્વિસ શરૂ થશે એટલે કિલોમીટર ઘટી જશે અને સમય પણ બચી જશે.ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ ફેરી સર્વિસને મંજૂરી આપી દીધી છે.અમરેલીના ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ આ અંગે મેરીટાઈમ બોર્ડને રજૂઆત કરી હતી જેથી મંજૂરી મળતા હવે સુરત ઉપરાંત નવસારી, વાપી, વલસાડ વગેરેમાં પણ સોરઠની મોટી વસતી છે. એ બધી વસતીને આ સર્વિસથી ફાયદો થશે.

આ રજૂઆતનો સ્વીકાર કરતા હવે મેરીટાઈમ બોર્ડે માન્ય રાખી છે. મેરીટાઈમ બોર્ડે આ સર્વિસ મંજૂર કરતો પત્ર પાઠવ્યો છે. પત્રમાં લખ્યું છે કે અમરેલી જિલ્લાના જાફરાબાદ અને સુરત વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરી દેવામાં આવશે. જોકે આ સર્વિસ ક્યારથી શરૂ થશે અને ફેરીનો સમય, ટિકિટનો દર વગેરે શું હશે તેની જાહેરાત હવે પછી કરવામાં આવશે. અમરેલીથી જાફરાબાદ 95 કિલોમીટર દૂર છે એટલે સામાન્ય રીતે બે કલાકમાં આ અંતર કપાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!