ચાર ધામ ની જાત્રા એ ગયેલા ગુજરાત ના બિઝનેસની પત્ની ની નજર સામે જ મોત થયું ! બની એવી ઘટના કે જાણીને
આપણે જાણીએ છે કે, મોત જીવનનાં દ્વારે ક્યારેય પણ આવી શકે છે. હાલમાં જ એક આવી કરુણદાયી ઘટના ઘટી છે.ચાર ધામ ની જાત્રા એ ગયેલા ગુજરાત ના બિઝનેસની પત્ની ની નજર સામે જ મોત થયું ! આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે ગાંધીનગરના બિઝનેશમેનનું પત્નીની નજર સામે જ મોત નિપજ્યું હતું.
આ દુઃખદ બનાવ ગંગોત્રી ખાતે બન્યો હતો. ભાટ ગામના જૈમીન વસંતભાઇ દરજી તાજેતરમાં પત્ની સાથે ચારધામની યાત્રાએ ગયા હતા. જૈમીનભાઇ બિઝનેશમેન હતા. તેઓ ગંગોત્રી પહોંચ્યા ત્યારે તબીયત લથડી હતી અને અચાનક જ પત્ની સામે જ તેમનું નિધન થઈ ગયું. આ દરમિયાન પત્ની એકલી જ હતી પરંતુ તેમનેએ હિંમત હારી નહતી. પતિની અંતિમસંસ્કાર ગાંધીનગર જ કરાવવાનો નિર્ણય લીધો હતો.
સ્ત્રીશક્તિના આ નિર્ણયમાં કુદરત પણ સાથે હોય તેમ ગણતરીની કલાકોમાં મૃતકને ગાંધીનગર લાવવા માટેની અઘરી ગણાતી તમામ પ્રક્રિયાઓ ફટાફટ કોઇપણ પ્રકારની અડચણ વગર પુર્ણ થઇ હતી. જ્યારે મૃતદેહને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેઓનો પરિવારજનની હાજરીમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
મૃતકનાં સાળાએ જણાવ્યું હતું કે, ગંગોત્રી પહોંચ્યા બાદ તેઓએ દર્શન પણ કર્યા પરંતુ અચાનક તેઓની તબીયત લથડી અને ઢળી પડયા હતા અને એ દરમિયાન મારી બહેન સામે એક તરફ પતિનો નજર સમક્ષ મૃતદેહ અને બીજીતરફ પરિવારના તમામ સભ્યોની ગેરહાજરી. આ સ્થિતીમાં કોઇપણ પાષાણયનો માણસ પણ માનસીક રીતે તુટી જાય. પરંતુ મારી બહેનએ હિંમતહારી નહતી.
સ્થાનિક લોકોએ મૃતદેહને ગાંધીનગર લઇ જવાનું ભારે મુશ્કેલભર્યુ અને અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવાથી સમય પણ લાગે તેવી શક્યતા વ્યક્ત કરીને તેઓને અહિં જ અગ્નિસંસ્કાર કરવાની સલાહ આપી હતી. પત્નીને પતિના અગ્નિસંસ્કાર ગાંધીનગર જ કરવાની મનમાં ઇચ્છા ધારણ કરી હતી. આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ગાંધીનગરના કોંગ્રેસના આગેવાન નિશિત વ્યાસે મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હતી.
.
આ મામલે નિશિત વ્યાસે જણાવ્યુ હતુકે, જૈમિનભાઇના મૃતદેહને ગાંધીનગર લાવવામાં ત્યાના સ્થાનિક બે યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોસ્ટમોર્ટમ સહિતની તમામ કાયેદસરની પ્રક્રિયાથી લઇને મૃતદેહને ફ્લાઇટનો ટાઇમ થઇ ગયો હોવા છતા ગણતરીની મિનીટોમાં જ મૃતદેહને દહેરાદુન એરપોર્ટ ખાતે પહોંચાડી ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. કોઇપણ પ્રકારના રાજકિય લાભનો વિચાર કર્યા વગર માત્ર સેવાકરવાની ભાવના સાથે આ યુવાનોએ ઉપરોક્ત સેવા કરી હતી.