સવજીભાઈ ધોળકીયા જેમ આ કંપનીના માલીકે પણ પોતાના કર્મચારીઓ ને દીવાળીના બોનસ મા કાર ભેટ આપી ! જાણો વિગતે
આપણા સમાજ અને દેશ મા દીવાળીનુ ઘણુ મહત્વ છે અને ઘણી મોટી ઉજવણી કરવા મા આવે છે જ્યારે દીવાળી મા બોસ કે શેઠ દ્વારા કર્મચારીઓ ને દીવાળી મા કાઈક બોનસ સ્વરુપે આપવામા આવતું હોય છે ત્યારે થોડા વર્ષો પહેલા સવજીભાઈ ધોળકીયા એ પોતાના કર્મચારીઓ ને કાર ગિફ્ટ આપી ચોકાવી દીધા હતા જ્યારે હાલ વધુ એક બિઝનેસમેને પોતાના કર્મચારીઓ ને દીવાળી ની ભેટ મા કાર ગિફ્ટ કરી છે.
જો આ અંગે વિગતવાર વાત કરીએ તો ચેન્નઇ ના એક બીઝનેસમેન કે જેનુ નામ જયંતિ લાલ જાણવા મળેલ છે જેવો જ્વેલર્સ છે તેવો એ પોતાના કર્મચારીઓ ને દીવાળી ના બોનસ મા કાર અને બાઈક આપતા આ ચર્ચા નો વિષય બન્યો છે. જયંતિ લાલે બોનસ મા કુલ 8 કાર અને 18 બાઈક આપી છે જેની પાછળ તેવૉ એક કુલ 1.2 કરોડ રુપીઆ નો ખર્ચ કર્યો છે જ્યારે કર્મચારીઓ ને આવુ સરસ બોનસ મળતા જુમી ઉઠયાં હતા.
લાલે કહ્યું કે તેમનો સ્ટાફ તેમના પરિવાર સમાન છે આ જ સ્ટાફે દરેક સારા અને ખરાબ સમયમાં તેમના માટે કામ કર્યું છે. તે વધુમાં ઉમેરે છે કે, ‘આ પ્રકારની ભેટ સ્ટાફને પ્રોત્સાહિત કરવા અને તેમના જીવનમાં કેટલીક ખાસ ક્ષણો લાવવા માટે છે. આ લોકોએ હંમેશા મારા વ્યવસાયને ટેકો આપ્યો છે અને નફો કમાવવામાં મને ઘણી મદદ કરી છે.
તે આગળ કહે છે, ‘આ લોકો મારા માટે સ્ટાફ નથી પણ પરિવાર છે. એટલા માટે હું મારા પરિવારની જેમ જ આ લોકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માંગતો હતો. હું આ કરીને ખૂબ જ ખુશ છું. દરેક બોસે તેના સ્ટાફ અને સહકાર્યકરોનું સન્માન કરવું જોઈએ અને તેમને આવી ભેટ આપવી જોઈએ.