બોગસ બિલિંગના કૌભાંડનો માસ્ટર માઇન્ડ મોહમ્મંદ ટાટા ઝડપાયો ! રાજ્ય સરકારને 134.98 કરોડ…
ગુજરાતમાં દિવસે ને દિવસે અનેક પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકારને 134.98 કરોડનો ચૂનો લગાવનાર બોગસ બિલિંગના કૌભાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે. આ મસ્તરમાઇન્ડ કોણ છે અને તેને કઈ રિતે ઝડપવામાં આવ્યો તે અંગે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, બોગસ બિલિંગ કૌભાંડ આચરનાર માસ્ટર માઈન્ડનું નામ મોહમ્મંદ ટાટા છે.બોગસ બિલિંગ દ્વારા થતી કરચોરીનું કૌભાંડ શોધી કાઢવામાં સ્ટેટ જીએસટી વિભાગને સફળતા હાથ લાગી છે.અત્યાર સુધીમાં જીએસટી વિભાગ દ્વારા કરોડોના બિલિંગના કૌભાંડ શોધી કાઢવામાં આવેલા છે. અને કુલ 95 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
જીએસટી વિભાગે કુલ 60 કરોડથી વધુની વેરાશાખ રીકવર કરી છે.આ કૌભાંડને પર્દાફાશ કરવા માટે જુન 2021 થી જીએસટીની ટીમ તેની તપાસમાં હતી. આખરે મોહંમદ ટાટા અમદાવાદથી ઝડપાયો છે.કેવી રીતે આ કૌભાંડ આચરવામાં આવતું હતું તે શોધી કાઢવામાં જીએસટીના અલગ અલગ અધિકારીઓની ટીમ કામે લાગી હતી. ભાવનગરનો મહંમદ અબ્બાસ શબ્બીરઅલી સવજાણી ઉર્ફે મહંમ્મદ ટાટા છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.
સ્ટેટ જીએસટીના એડીશનલ કમિશનર મિલિંગ કાવટકરના જણાવ્યા અનુસાર મોહમંદ ટાટાએ 739.29 કરોડના બોગસ બીલ બનાવી 134.98 કરોડની વેરાશાખ મેળવી હતી.આ પહેલા પણ 10 આરોપીઓની બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ થયેલ. આ કૌભાંડીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આરોપી જરૂરિયાત મંદ લોકોના દસ્તાવેજો નો ઉપયોગ કરી બોગસ પેઢી રજીસ્ટ્રર કરતો હતો. આરોપીઓ અત્યાર સુધી 121 બોગસ કંપીનીઓ બનાવી ખોટા બીલ બનાવતો હતો. જેના નામે માલની હેકફેર વિના બિલો ઇશ્યુ કરી ખોટી વેરા શાખ મેળવતો હતો.