Entertainment

પુરષો માટે ચેતવણીરુપ કિસ્સો! અમદાવાદના યુવાન ને સ્પામાં કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ ભારે પડયો થયુ એવુ કે બે લાખ…

હાલમાં આપણે સૌ કોઈ જાણીએ છે કે, દરેક યુવાનો યુવતી પાછળ પાગલ થઈ જતા હોય છે અને આમ પણ અનેક પ્રેમ પ્રકરણનાં ચોંકાવનાર બનાવ સામે આવતા હોય છે. હાલમાં જ એક એક એવી ઘટબ બની જે દરેક પુરષો માટે ચેતવણીરુપ કિસ્સો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, અમદાવાદના યુવાન ને સ્પામાં કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ ભારે પડ્યો. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ.

રાણીપ વિસ્તારમાં રહેતો યુવક થોડા મહિનાઓ પહેલાં સીજી રોડ પર આવેલા એક સ્પામાં ગયો હતો. આ સ્પામાં કામ કરતી અને વટવા વિસ્તારમાં રહેતી અખી શેખ સાથે યુવકનો સંપર્ક થયો હતો. એ પછી બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમસંબંધ બંધાયો હતો.આ સમયે યુવતીએ લગ્ન કરવાની વાત કરી હતી અને ધમકી આપી હતી કે જો તે લગ્ન નહીં કરે તો તેને બદનામ કરી દેશે.

આ ઘટના બાદ યુવકે મિત્રતા અને પ્રેમ પૂરતા જ સંબંધ રાખવાનું કહી મામલો શાંત પાડ્યો હતો અને ત્યારબાદ યુવતીએ પોતાનો અસલી રંગ દેખાડ્યો અને યુવક પાસે રુપિયા માગ્યા હતા. ટૂકડે ટૂકડે આ યુવતીએ યુવક પાસેથી રુપિયા 2.15 લાખ જેટલી રકમ લીધી હતી. યુવતીના. પ્રેમમાં પાગલ ક્લાર્કે સ્પામાં કામ કરતી આ યુવતીને બે લાખ રુપિયા જેટલા આપ્યા હતા.

એ પછી આ ક્લાર્કે રુપિયા પરત માગતા યુવતી આડી ફાટી હતી. એક શખ્સના હાથે 70 હજાર આપવાનું કહી યુવકને બોલાવીને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેથી આરોપી યુવતી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!