રીલ્સ બનાવવા માટે બાઇક સ્ટંટ કરતા યુવાનો ચેતી જજો ! હવે ટ્રાફીક ડીસીપી સફીન હસને નજર રાખવા ખાસ સ્કોડ…
હાલમાં સોશીયલ મીડિયામાં યુવાનોમાં રિલ્સ બનાવવાનો ક્રેઝ સૌથી વધુ છે. ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી વાત જાણવા મળી છે, જેથી રીલ્સ બનાવવા માટે બાઇક સ્ટંટ કરતા યુવાનો ચેતી જજો ! હવે ટ્રાફીક ડીસીપી સફીન હસને નજર રાખવા ખાસ સ્કોવોડ બનાવી છે. હાલમાં એક તરફ યુવાનો માત્ર લાઇક્સ અને રિચ મેળવવા માટે યુવાનો બાઈક તેમજ કાર ઉપર સ્ટંટ કરતા વીડિયો બનાવીને વાયરલ કરી રહ્યા છે.
ટ્રાફીક ડીસીપી સફીન હસને આવા વિડીયો બનાવનાર લોકોને અટકાવવા માટે ખાસ સ્કોડવોડ ટીમ તૈયાર કરી છે. પહેલા સીસીટીવીના અભાવે સ્ટંટબાજ પકડાતા ન હતા, તેમજ સોશિયલ મીડિયા પર પણ વધારે પ્રમાણમાં વીડિયો શેર કરતા ન હતા, જેના કારણે સ્ટંટ બાજોને શોધીને પકડવામાં બહુ તકલીફ પડતી હતી, પરંતુ હવે રોડ પર સ્ટંટ કરતા યુવાનો સીસીટીવીમાં કેદ થાય છે, તેમજ સોશિયલ મીડિયા પરથી પણ પોલીસ તેમના વિડીયો મેળવીને કાર્યવાહી શરૂ થશે.
લોકો સુધી સીધી રીતે પહોંચવા માટે પોલીસે ગતિશીલ અમદાવાદ, સુરક્ષિત અમદાવાદ નામનું એકાઉન્ટ કાર્યરત કર્યુ છે, જેના ઉપર સ્ટંટ બાજ અથવાતો ટ્રાફિક પોલીસને લગતી કોઈ પણ સમસ્યા કોઈ પણ વ્યક્તિ મોકલી શકે છે. જેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાશે.
આઈપીએસ અધિકારી સફિન હસને આવા સ્ટંટબાજોને પકડવા માટે ટ્રાફિક પોલીસે રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ વધારવા તેમજ સોશિયલ મીડિયા પર વહેતા થયેલા વીડિયો ચેક કરવા માટે પણ અલગથી ટીમો બનાવી છે.સ્ટંટબાજ સામે ગુનો નોંધી વાહન ડિટેઈન કરી ધરપકડ કરવામાં આવે છે. જ્યારે સગીર વાહનચાલકના કિસ્સામાં માતા-પિતા સામે ગુનો નોંધી તેમને ત્રણ વર્ષની સજા તેમજ 25 હજારનો દંડ થઈ શકે છે.
જો કે હવે રોગ-સાઈડ વાહન લઈને નીકળતા ચાલકો સામે પણ આઈપીસી કલમ 289 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.મોટાભાગના સ્ટંટ બાજો એસજી હાઈવે, એસપી રિંગ રોડ, રિવરફ્રંટ, સિંધુ ભવન રોડ પર સ્ટંટ કરે છે. જેથી તમામ યુવાનો ચેતી જજો. રિલ્સ બનાવી જોખમી અને ભારે પડી જશે. હાલમાં ટ્રાંફિક પોલીસ દ્વારા કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. એક રીતે જોઈએ તો માત્ર લાઇક્સ મેળવવા આપણો જીવ જોખમમાં મુકવો એ યોગ્ય નથી.
