સાચપરા પરિવારનાં 105 વર્ષનાં દાદીનું જીવતા જગતિયું કરાયું ! જાણો જગતિયું એટલે શુ ?? મૃત્યુ બાદ કરવા મા આવતી વિધી..
આ જગતમાં જન્મ અને મુત્યુ એ ઈશ્વરના હાથમાં છે. ક્યારે જીવન પુરૂ થઈ જાય એ કોઈ નથી જાણતું. આમ પણ વ્યક્તિ જ્યારે આ દુનિયામાંથી વિદાય લઈ છે, ત્યારબાદ તેમના સ્વજનો દ્વારા હિન્દૂ રીતિ રિવાજ મુજબ તમામ પ્રકારની વિધિ કરવામાં આવે છે. હવે એક વાત તો સત્ય છે કે આપણા વ્યક્તિના મુત્યુ પછી તેની પાછળ તેના પરિવારજનો શું કરશે એ કોઈ નથી જાણતું પરંતુ કહેવાય છે કે, આ વ્યક્તિનાં મુત્યુ પહેલા વ્યક્તિ તેનાં મુત્યુ પછીની તમામ વિધિઓ જીવતા જ જોઈ શકે તે માટે જીવતા જગતિયું કરવામાં આવે છે.
તમામ મનમાં સવાલ થતો હશે કે આખરે જીવતા જગતિયા એટલે શું ?જીવતા જગતિયાનો અર્થ વ્યક્તિ પોતાના જીવિત પોતાના હાથે પોતાના અંતિમ સંસ્કાર કરે,પોતાના હાથે પોતાનું પિંડદાન કરે,પોતાનું શ્રાદ્ધ કરે,પોતાના હાથે દાન પુણ્ય કરે વગેરે વિધિ પંડિતની હાજરીમાં અને સગા સ્નેહીઓની હાજરીમાં કરવામાં આવે છે.
હાલમાં જ આવો પ્રસંગ મૂળ ભાવનગર જિલ્લાના અધેવાડા ગામના સાચપરા પરિવારમાં બન્યો અને સૌરાષ્ટ્રમાં, સુરત, મુંબઈ વગેરે થી પરિવારજનો હાજર રહ્યા હતા. આ જીવતા જગતિયુ105 વર્ષની ઉંમરે તંદુરસ્ત જીવન જીવી રહેલા રળિયાતબેન માટે વૃંદાવન ફાર્મ ખાતે મહામંડલેશ્વર જગદીશાનંદસાગરજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
રડીયાત બાના પુત્ર વશરામભાઈ જણાવ્યું હતું કે આ જગતમાં માતા-પિતા સમાન કોઈ દેવ નથી માતાની ઈચ્છા હતી કે પોતાના જ હાથે પોતાના જીવતમાં બધી જ ક્રિયાઓ કરવી. બાની ઈચ્છા મુજબ અમારા ચાર પેઢીના પરિવારના 63 સભ્યોનું સમૂહ છે .આ શુભ પ્રસંગે જ તેમના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં સગા સ્નેહીઓ હાજર રહ્યા હતા.ખરેખર આ ખૂબ જ સરહાનીય ઘટના છે. આજના સમયમાં વ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, ત્યારે આ કિસ્સો આવનારા સંતાનો માટે પ્રેરણાદાઈ બાબત કહી શકાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.