Gujarat

વિદેશ જવાની ઘેલછામાં પરિવાર અમદાવાદ નો પરીવાર બરોબર નો ફસાયો ! કેનેડા જવા કુલ 23 લાખ રુપીયા…

આપણે જાણીએ છે કે, હાલમાં દરેક ગુજરાતીઓને વિદેશ જવાની સૌથી વધારે ઘેલછા છે. હાલમાં જ વિદેશ જવાની ઘેલછામાં પરિવાર અમદાવાદ નો પરીવાર બરોબર નો ફસાયો.અમદાવાદના એક પરિવારે સોશિયલ મીડિયા પર જોયેલી જાહેરાતને આધારે એજન્ટનો સંપર્ક કરી કેનેડા જવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ભૂલ જ તેમને ભારે પડી કારણ કે ક્યારેય આવી જાહેરાત કે એજન્ટોની વાતમાં ન આવવું જોઈએ.

બનાવ એવો બન્યો કે, કેનેડાના વિઝા અને વર્ક પરમીટ અપાવવાના તેમજ કેનેડાની એક કંપનીમાં સારા પગારે નોકરી અપાવવાનું કહીનેએજન્ટે અમદાવાદના પરિવારની કેનેડા જવાની ઘેલછા જોઈને તેમની પાસેથી ટુકડે ટુકડે 23 લાખ પડાવી લીધા હતા. પરિવારને કતાર એરવેઝની કેનેડાની ટિકિટો પણ મોકલી આપી હતી પરંતુ વર્ક પરમિટ કે વિઝાની સ્પષ્ટતા નહીં થતા અમદાવાદના પરિવારને શંકા ગઈ હતી અને તેમણે આ બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી.સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે લેભાગુ એજન્ટના મળતીયા એવા વડોદરાના દિપક પુરોહિતની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુનિલ કુમારને ઝડપી લેવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે.

પરિવાર સોશિયલ મીડિયા પર સુનિલકુમાર નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો અને તેણે પોતે કેનેડા ઈમિગ્રેશન લોયર હોવાનું જણાવી અમદાવાદના પરિવારને કેનેડાની વર્ક પરમિટ અને વિઝા આપવાનું કહ્યું હતું. સાથે સાથે ત્યાં શિકાગો ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શન નામની કંપનીમાં સ્ટોર કીપર તરીકે નોકરી અપાવવાનું અને મહિને 3650 કેનેડિયન ડોલરનો પગાર અપાવવાની પણ હૈયાધારણા આપી હતી.

પરિવારના બે સભ્યો વર્ક પરમિટ પર કેનેડા જવા તૈયાર હતા તેમના ખર્ચા પેટે 30 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું. જે પૈકીની પ્રોસેસ માટે પહેલા ૬૦ હજાર રૂપિયા લીધા હતા. ત્યારબાદ સુનીલકુમારે વડોદરામાં પોતાના એજન્ટ દિપક પુરોહિતને મળી તેને પાસપોર્ટ તેમજ ડોક્યુમેન્ટ આપવાનું કહેતા પરિવારે તેને પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ વિઝાની પ્રોસેસ શરૂ કરી હોવાનું જણાવી બીજા સાત લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

થોડા દિવસ બાદ સુનિલ કુમારે ફરિયાદીને વિઝાની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી આંગડિયા પેઢીમાં 16 લાખ રૂપિયા મંગાવી લીધા હતા. ત્યારબાદ તેમને કુરિયર મારફતે પાસપોર્ટ મોકલી વોટ્સએપ પર કેનેડાની ટિકિટો પણ મોકલી આપી હતી. જોકે, વિઝા અને પરમિટ અંગેની વિગતો બાબતે ફરિયાદીએ સુનિલકુમાર અને દિપક પુરોહિતની પૂછપરછ કરતા તેમને ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા.એસીપી જીતુ યાદવ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ વાય પટેલની ટીમ આ પ્રકારની તપાસ શરૂ કરી વડોદરાથી દિપક પુરોહિતને ઝડપી લીધો હતો અને સુનિલની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!