Gujarat

હજારો દીકરીઓ ના પાલક પિતા મહેશભાઈ સવાણી પહોંચ્યા સોની ટીવી ના ઈન્ડિયન આઈડલ શો પર ! જાણો ક્યારે એપિસોડ આવશે અને જુઓ તસ્વીરો

ગુજરાતમાં મહેશભાઈ સવાણીનું નામ સૌથી વધારે ચર્ચામાં રહે છે. પાલક પિતા તરીકે જાણીતા સવજીભાઈ અનેક પિતા વિહોણી દીકરીઓના પિતા તરીકે આજે જવાબદારી નિભાવી રહ્યા છે. સર્વ ધર્મ સર્વ સમાજની 5000 થી વધુ દીકરીઓના સમૂહ લગ્ન કરાવીને એક ઉમદા કામ કર્યું છે. માત્ર લગ્ન જ નહીં પરંતુ મહેશભાઈ સવાણી આ દિકરીઓ ની લગ્ન બાદ પણ સંભાળ લઈ છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, મહેશભાઈ સવાણી વિશ્વ કક્ષાએ ચમકશે.

સોશીયલ મીડિયામાં મહેશભાઈ સવાણી પોસ્ટ મૂકીને લોકોને ખુશ ખબર આપી છે. વિશ્વવિખ્યાત ઇન્ડિયન મ્યુઝિક કોમ્પિટિશન માનવામાં આવતા ઇન્ડિયન આઇડોલ માં સ્પેશિયલ એપિસોડમાં મહેશભાઈ સવાણી ની કામગીરીની નોંધ લેવામાં આવી રહી છે. મહેશભાઈ સવાણીએ તમામ સ્ટાર કાસ્ટ સાથેની તસ્વીરો પોસ્ટ કરી છે અને આ તસવીરોમાં જોઈ શકાય છે મહેશભાઈ સ્ટાર કલાકારોને આમંત્રણ પાઠવી રહ્યા છે. આ જોઈને સૌ કોઈ આ એપિસોડની ટેલિકાસ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે.

સૂત્ર દ્વાર જાણવા મળ્યું છે કે, અનેક ફિલ્મ હસ્તીઓની વચ્ચે મહેશ સવાણી ને જાણીતો એવોર્ડ ‘નિશાન એ ખુરશીદ’ એનાયત કરવામાં આવ્યો છે.દર વર્ષની માફક આ વર્ષે પણ મહેશભાઈ સવાણી સુરતમાં 24મી 25મી ડિસેમ્બર ના રોજ દીકરી જગતજનની થીમ આધારિત સમૂહ લગ્ન કરાવવા જઈ રહ્યા છે. મહેશ સવાણી નો સ્પેશિયલ એપિસોડ રજૂ થતા પીપી સવાણી પરિવારના આંગણે 5000 જેટલી દીકરીઓના પરિવારોમાં ખુશી નો માહોલ છવાઈ ગયો છે.

.ઇન્ડિયા કી ફરમાઈશ’માં અનાથ દીકરીઓના પપ્પા મહેશભાઈ સવાણી નો સ્પેશિયલ એપિસોડ 19 નવેમ્બરના રોજ રજૂ થવા જઈ રહ્યો છે.

ઇન્ડિયન આઇડોલ ની વાત કરીએ તો આ શોમાં જાણીતા સંગીત કલાકારો જજ બનતા હોય છે અને વિશ્વમાં સૌથી વધુ દર્શકો મેળવનાર આ શોમાં નેહા કક્કર વિશાલ દદલાણી, હિમેશ રેશમિયા, અનુ મલિક જેવા દિગ્ગજો જજ તરીકે સેવા આપતા હોય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!