રાજકોટના સોની પરિવારે ઝેરી દવા ઘટઘટાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ ! એકની હાલત ગંભીર જયારે….કારણ એવું સામે આવ્યું કે જાણી ચોકી જશો
દિવસેને દિવસે રાજ્યમાંથી આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં કોઈ વખત કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરતો હોય છે ક્યાં તો કોઈ એકલો વ્યક્તિ પોતાના પ્રેમ અથવા તો બીજી કોઈ બાબતને ધ્યાનમાં રાખીને આત્મહત્યા કરી લેતો હોય છે. રાજકોટ શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક સોની પરિવારે ઝેરી દવા ઘટઘટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જેમાં આત્મહત્યા કરનાર આ પરિવારના એક વ્યક્તિની હાલત ખુબ ગંભીર માનવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે આત્મહત્યાનો પ્રયાસ કરનાર આ વ્યક્તિ ઝેરોક્ષની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો, શહેરના યુનિવર્સટી રોડ નજીક આવેલ મિલાપનગર-2 માં આ સોની પરિવાર વસવાટ કરતો હતો. એવામાં આજ બપોર સુધી દુકાન ન ખુલ્લી હોવાને લીધે આ દુકાનદારને તેના મોટા ભાઈએ ફોન કર્યો હતો જે રિસીવ ન થતા મોટાભાઈ સીધા તેમના ઘરે પોહચ્યાં હતા જ્યા ઘરમાં જતા જ દુકાનદાર, તેની પત્ની અને તેનો પુત્ર જમીન પર બેહોશીની હાલતમાં જોવા મળ્યા હતા.
જે બાદ તરત જ મોટાભાઈએ આ ત્રણેયને સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડી દીધા હતા, એવામાં પોલીસને આ ઘટનાની જાણ થતા ફક્ત ગણતરીના સમયમાં જ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને આ ત્રણેય લોકોના નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યું છે કે આ પરિવારે વ્યાજખોરોના ત્રાસમાં આવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ દુકાનદારે કોની પાસેથી કેટલા અને ક્યારે વ્યાજે પૈસા લીધા હતા તે તો ફક્ત હવે પોલીસ તપાસ દ્વારા જ સામે આવી શકે છે. હાલ પોલીસે આ પુરા મામલા અંગે તપાસ હાથ ધરી છે, રાજકોટ શહેરમાં છેલ્લા થોડાક દિવસોથી આત્મહત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે. હાલ આ ઘટનામાં મુખ્ય દુકાનદારની હાલત ખુબ ગંભીર છે તેવું સામે આવ્યું છે.