કરોડની સંપત્તિ હોવા છતાં મહેશભાઈ સવાણીની સાદગી તો જુઓ! દીકરીઓનાં ઘરે જઈને તેમના હાથે ભોજન જમ્યુ….જુઓ તસ્વીરો…
મહેશ સવાણી હંમેશા ચર્ચાઓ રહે છે, હાલમાં જ અનેક ફિલ્મ હસ્તીઓની વચ્ચે મહેશ સવાણી ને જાણીતો એવોર્ડ ‘નિશાન એ ખુરશીદ’ એનાયત કરવામાં આવ્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે, વિશ્વવિખ્યાત ઇન્ડિયન મ્યુઝિક કોમ્પિટિશન માનવામાં આવતા Indian Idolમાં સ્પેશિયલ એપિસોડમાં મહેશભાઈ સવાણી ની કામગીરીની નોંધ લેવામાં આવી હતી. ઇન્ડિયા કી ફરમાઈશ’માં અનાથ દીકરીઓના પપ્પા મહેશભાઈ સવાણી નો સ્પેશિયલ એપિસોડ રજૂ થયો હતો.
આ કાર્યક્રમમાં નેહા કક્કર તેમજ અન્ય જજએ મહેશભાઈની કામગીરીને બિરદાવી હતી અને આ કાર્યમાં સહભાગી થવાનું પણ જણાવ્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે, મહેશભાઈ જણાવ્યું હતું કે, અમે માત્ર દીકિરીઓનાં લગ્ન જ નથી કરાવતા પરંતુ લગ્ન બાદ પણ દીકરીઓની તમામ જવાબદારી નિભાવે છે અને તમામ શુભ પ્રસંગે હાજરી આપે છે તેમજ તમામ દીકરીઓ જોડે સતત સંપર્કમાં પણ રહે છે.
હાલમાં જ સોશીયલ મીડિયામાં પણ મહેશભાઈ સવાણીની ખૂબ જ હદયસ્પર્શી તસ્વીરો વાયરલ થઈ રહી છે. આપણે જાણીએ છે કે, મહેશભાઈ સવાણી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની દીકરીઓ સાથેની તમામ યાદગાર પળો શેર કરી કરતા રહે છે. હાલમાં તેઓ બોટાદ શહેરમાં તમામ દીકરીઓને મળવા ગયા છે, ત્યારે તમામ દીકરીઓએ મહેશભાઈનું વ્હાલભર્યું સ્વાગત કર્યું છે.
બોટાદ શહેરમાં મહેશભાઈ સવાણીએ દીકરીઓને ઘરે સાદગી રીતે ભોજન કર્યું હતું. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, કઇ રીતે મહેશભાઈ સવાણી જમીન પર બેસીને એક પીતા સમાન દીકિરોને પોતાના હાથે જમાડી રહ્યા છે તેમજ દીકિરીઓ એ પણ મહેશભાઈ સવાણીને પોતાણ હાથે જમાડયું હતું. જ્યારે મહેશભાઈ તેમના ઘરે પધાર્યા ત્યારે દીકરી ભૂમિ, ધરતી અને રાધીએ મહેશભાઈ સવાણીની આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું. હાલમાં સૌ કોઈ મહેશભાઈ સવાણીનાં આ સ્વભાવનાં વખાણ કરી રહ્યા છે.
સૌથી ખાસ વાત એ છે કે, દર વર્ષની માફક આ વર્ષે પણ મહેશભાઈ સવાણી સુરતમાં 24મી 25મી ડિસેમ્બર ના રોજ દીકરી જગતજનની થીમ આધારિત સમૂહ લગ્ન કરાવવા જઈ રહ્યા છે. તે પહેલા ઇન્ડિયન આઇડોલમાં મહેશ સવાણી નો સ્પેશિયલ એપિસોડ રજૂ થતા પીપી સવાણી પરિવારના આંગણે 5000 જેટલી દીકરીઓના પરિવારોમાં ખુશી નો માહોલ છવાઈ ગયો છે.