ગોંડલ મા પટેલ કોલોની મા રહેતા પરષોત્તમભાઈ ભાલાળા એ આપઘાત કરી લીધો ! અંતિમ વિડીઓ મા કીધુ કે ” મે દિવસ રાત પોસ્ટ ખાતા ની સેવા કરી છતા…
ગોંડલ માંથી એક ખુબ જ હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક પોસ્ટ ઓફીસના કર્મચારીએ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે પોતાના યુઝર આઈડ માંથી રોકડની ઉચાપત કરી છે. રડતા રડતા આ વ્યક્તિએ જણાવ્યું કે ‘આજે હું ભોગ બની રહ્યો ચુ અને બધાને ગુડ બાય કહી રહ્યો છું. મારા પુત્ર સમાન પોસ્ટ કર્મચારીઓને કોઈ પણ રીતે હેરાન કરવામાં ન આવે અને તેઓ મને માફ કરે…’
આવી અનેક વાતો તેઓએ પોતાના આ વિડીયોમાં જણાવી હતી, જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ પરશોત્તમભાઈ અરજણભાઈ ભાલાળા ઉર્ફે પીયુશભાઇ ભાલાળા છે જે ગોંડલની પટેલ કોલોનીમાં રેહતા હતા અને લોધિકા તાલુકાની મોટી પોસ્ટ ઓફીસમાં પોતાની ફરજ બજાવતા હતા. સોમવારે સવારે 8.30 કલાકે પરસોત્તમભાઈ ભાલાળાએ પોસ્ટઓફિસમાં પોતાનું એક નિવેદન દેતો વિડીયો બનાવ્યો હતો અને પછી દવા ઘટઘટાવી લીધી હતી.
એવામાં સહકર્મચારીઓ આ અંગેની જાણ પરસોત્તમભાઈના પુત્રને કરી હતી જે બાદ તરત જ તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટુકી સારવાર દરમિયાન જ પરસોત્તમભાઈનું મૃત્યુ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પરસોત્તમભાઈએ દવા પીધા પેહલા એક પોસ્ટઓફીસમાં જ એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેઓએ કહ્યું કે ‘હું પરસોત્તમભાઈ અર્જુનભાઈ ભાલાળા ઉર્ફે પીયૂષભાઈ ભાલાળા આજે મારું નિવેદન આપું છું કે, મેં મારા યુઝર આઈડીથી પોસ્ટમાં કોઈપણ ભુલ કરી હોય તો તેના માટે પોસ્ટ ઓફિસના કોઈ પણ જવાબદાર નથી. મેં મારી રીતે બધુ કરેલું છે અને એ પૈસા મેં દાન પુન, ગરીબોને, ગાયુંને અને વૃદ્ધાશ્રમમાં આ પૈસા આપી દીધા છે. મેં એક પણ રૂપિયો મારા ઘરે આપ્યો નથી. મારો નીરવ મારા ભાઈઓ પાસેથી વધારેમાં વધારે જમીન આપી. એ જમીન વહેંચીને મારા છોકરાને ધંધામાં આપેલા પૈસા છે એને ધન્યવાદ છે. મારી પુત્ર વધુને પણ ધન્યવાદ છે, એણે એના દાગીના વહેંચીને મારા છોકરાને ધંધામાં પૈસા આપેલા છે. મારા મિસિસ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતાં હોવા છતાં તેને રીટાયર્ડ થઈ એક એક રૂપિયો મારા છોકરાના ધંધામાં વાપરેલો છે.’
રડતા રડતા તે વિડીયોમાં આગળ જણાવે છે કે ‘આજે મારો નીરવ જે કાંઈ પણ ધંધો કરી રહ્યો છે. તે તેની મહેનતથી અને મારા કુટુંબના સહયોગથી કરી રહ્યો છે. મેં એકપણ રૂપિયો પોસ્ટ ઓફિસનો પગાર સિવાય ઘરે આપ્યો નથી જેની નોંધ લેવી. આ મારા યૂઝર આઈડીથી કઈ પણ ભૂલ થઈ હોય તો, તેના માટે પોસ્ટનો કોઈપણ કર્મચારી જવાબદાર નથી. હું અને હું માત્ર જવાબદાર છું અને મેં રાત-દિવસ પોસ્ટ ખાતાની સેવા કરેલી છે છતાં મારુ રાજીનામું પાસ કરવામાં નહોતું આવ્યું. મારે મારા સાળાના ગોટાળાના પૈસા ભરવાના હોવા છતાં મારુ ખોટા સાક્ષી આપી અને રાજીનામું અટકાવ્યું હતું. જેને લઈને મેં આ પગલાં ભર્યાં છે.
આ યુટીલિટી એસપીની જનરેટ થતી હોવા છતાં ચડે એવું છીંડું શા માટે ખુલ્લું રાખવામાં આવ્યું?. હું પોસ્ટ ખાતાને રિકવેસ્ટ કરું છું આ છીંડાનો ઉપયોગ કરી પોસ્ટ ખાતાના ઘણા કર્મચારી આ રીતે ભોગ બનશે. આજે હું ભોગ બની રહ્યો છું અને બધાને ગુડ બાય કહી રહ્યો છું. જય હિન્દ જય ભારતને જય પોસ્ટ પરિવાર. મારા પુત્ર સમાન પોસ્ટ કર્મચારીઓને કોઈ પણ રીતે હેરાન કરવામાં ન આવે અને તેઓ મને માફ કરે એવી હું જગ જાહેર આ વીડિયોથી જાણ કરું છું. જય હિન્દ જય ભારત.